________________
(ix) પછી તે સારી એવી મોટી ઉંમરે પણ શુદ્ધ વૈરાગ્ય ભાવે એમણે દીક્ષા લીધી. (સને ૧૯૫૧-૫ર આસપાસ) દિક્ષા બાદ ૧-૨ વરસે એમના કેટલાક સગાંઓ એમના દર્શને ગયા અને કહ્યું “તમારે પુત્ર તે હમણું હેરાન થઈ ગયું છે અને મુશ્કેલીઓમાં છે વ-વ.” એમણે સ્પષ્ટતાથી અને નિર્લેપભાવે કહ્યું, “આવી વાત તમારે મારી આગળ કરવાની જરૂર નથી. એ સંસાર–તો મેં કયારને ય મૂકી દીધુંઆમ સાચા અર્થમાં તેઓ નિય હિતા, શ્રમણુધર્મને એમણે પ્રતિષ્ઠા આપી.
મોટે ભાગે એમની, આયંબીલની તપસ્યા ચાલુ હેય. આયંબીલમાં પણ ઘણું કરીને માત્ર પેટલી–અને પાણી સાથે રોટલી ખાય અને એમાં પણ ખૂબ પ્રસન્નતાભાવથી સંતોષ અનુભવે.
યોગાનુયોગે એક વાર કછ તરફનો એમને વિહાર થયો અને ગાંધીધામ પણ ૨-૩ દિવસ રહ્યા. હું એમની પાસે ઉપાશ્રયમાં થડીવાર બેઠે. એમનું શાસ્ત્રજ્ઞાન તો નહિવત ; વાક્યાતુર્ય તે એમના સ્વભાવમાં જ નહીં. પણ નેહભાવે મને ઉપદેશરૂપે થોડાક હિતવયને એમણે સહજભાવે કહ્યાં એને હું મારું પરમ ભાગ્ય સમજુ છું; કારણ કે એ માત્ર નિર્જીવ શબ્દ નહતા પણ એમના નિજી જીવનના સત્યને એ રણકાર હતા.
આજે દાયકાઓ પછી એમની એ સ્મરણ છબીને અહીં અક્ષરે રૂપે અંકિત કરવાનો મને આ અવસર મળે એ પણ એક સાવ ગાનુગ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org