________________
જેનાગમ સૂત્રસાર
૨૯
સંયમને અર્થ છે વૃત્તિઓ ઉપર પિતાને સહજ અંકુશ. વૃત્તિઓનું પરાણે બળપૂર્વક દમન કરવું એ એક બાબત છે પરંતુ તરવાર્થને સમજીને વૃત્તિઓ ઉપર વિજ્ય પ્રાપ્ત કરીને સંયમનું સહજ સ્વભાવથી હવું એ જુદી વાત છે. ગમે તેવું કઠેર બાહ્ય તપ (દા. ત., લાંબા કાળના નિર્જળા ઉપવાસ.) કર્યા પછી પણ, જે સવાદની લેલુપતા એવી ને એવી ઉછાળા મારતી હોય તે આવા તપની વ્યથતા જ સમજવી પડે. અર્થાત તપ એ સાધન છે અને સંયમ એ લા છે–સાય છે. માત્ર સાધનને જડપણે વળગી રહેવાથી, સાધ્ય ચૂકી જવાશે.
૩૯, અંધ૫ગુ ન્યાય
જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળો મળ્યા અને બંનેના પારસ્પરિક સંપ્રયોગથી ( વગડામાંથી નીકળી ) બંને નગરમાં પ્રવિષ્ટ થયા તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને ક્રિયાના સંયોગથી જ ફલ પ્રાપ્તિ થાય છે. એક પૈડાથી રથ ચાલતું નથી.
(૩૯)
ક્રિયા વગરના જ્ઞાનની વ્યર્થતા અહીં દર્શાવવામાં આવી છે. અહીં ક્રિયાને આચરણના (Action) અર્થમાં સમજવી. જ્ઞાનને અર્થ અને હેતુ જ છે કે સારાસારની વિવેક દષ્ટિ પ્રાપ્ત થાય અને જે પછી વ્યક્તિનું આચરણ એ મુજબનું ન હોય તે આવું જ્ઞાન એ માત્ર પોપટીયું જ્ઞાન છે; લોકો ઉપર છાપ પાડવા–પ્રભાવ પડવા કે પિતાની વાહવાહ કહેવરાવવાના હેતુનું આ જ્ઞાન છે. ગમે તેવી છટાદાર રીતે આચરણ વગરને આ જ્ઞાની ઉપદેશ આપશે તે પણ એ ઉપદેશની અસર શ્રોતા ઉપર પડે નહીં અને મોટેભાગે શ્રોતાઓ પણ આવા આકર્ષક વ્યાખ્યાનો એક પ્રકારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org