________________
નાગમ સૂત્રસાર
૫૧
૬૬. કર્મપ્રવાહ જેવી રીતે સમુદ્રમાં છિદ્રોવાળી નૌકામાં સતત પાણી ભરાતું રહે છે (અને અંતે નૌકા ડૂબી જાય છે, તેવી રીતે હિંસાદિ આસ્રવકારો દ્વારા હંમેશાં કમેને આસ્રવ થતો હે છે.
(૭૫)
આ સુંદર ઉદાહરણને જે સમજી લેવામાં આવે તો સ્વસ્થ અને ઉત્તમ જીવન જીવવાને માગ જડી જાય. સમુદ્ર માગે પ્રવાસે નીકળ્યા છીએ અને નૌકા આ પ્રવાસનું એક સાધન છે. પરંતુ આ નૌકામાં અશુભ કર્મો દાખલ થવાનું શરૂ થશે તે ડૂબવાને જ વખત આવશે. સુંદર રીતે આ યાત્રાને આનંદ માણીને તરીને પાર થવું છે કે ડૂબી મરવું છે એ એક રીતે આપણે હાથની જ વાત છે.
થોડાક જુદા શબ્દોમાં સંત તુલસીદાસે આવી જ વાત સુંદર રીતે કહી છે :
નાવમેં બાઢે પાની ઘરમેં બાઢે દામ દેને હાથ ઉલેચીએ યહી સ્થાન (ડાહ્યા પુરુષો) કા કામ.
૬૭. જ્ઞાનાગ્નિ અજ્ઞાની વ્યક્તિ તપ દ્વારા કરોડો જન્મ અથવા વર્ષોમાં જેટલા કર્મોને ક્ષય કરે છે તેટલા કર્મોને નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણ ગુતિઓ દ્વારા એક શ્વાસ માત્રમાં કરે છે.
(૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org