Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 65
________________ ૫૨ જનાગમ સૂત્રસાર અહીં જ્ઞાનનું પ્રાધાન્ય દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતે કપાસને ગમે તે મોટો ઢગલે અગ્નિની એક ચિનગારીથી જ ભસ્મીભૂત થઈ શકે છે, જેવી રીતે ગમે તેવા ગાઢ અંધકારમાં એક નાનકડે દીવડે પ્રકાશ પાથરી શકે છે તેવી જ રીતે જ્ઞાની વ્યક્તિ જન્માંતરના કર્મોને સંચય ક્ષણમાત્રમાં નષ્ટ કરી શકે છે. અહીં જ્ઞાની વ્યક્તિ એટલે કેણુ? એ બરાબર સમજી લેવાનું રહે છે; નહીંતર કોઈ પિથી પંડિત પિતાને જ્ઞાની માનીને કે મનાવીને એમ સમજે કે હવે પિતાને કોઈ જ તપ-જપ કરવાની જરૂર નથી, તે એ પિતાને માટે તેમજ એનાથી પ્રભાવિત થયેલ તેમજ તેને અનુસરનારા સૌ કોઈ માટે ખતરારૂપ બનશે. અહીં જ્ઞાનીને અર્થ છે કે જેણે આત્મદ્રવ્ય અને અનાત્મદ્રવ્યના ભેદને સમજી લીધે છે એટલું જ નહીં પરંતુ એ સમજ મુજબનું જ એનું ક્ષણેક્ષણનું જીવન છે. ૬૮- નિર્વાણ જયાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ-આનું નામ જ નિર્વાણ. (૭૭) નિર્વાણ અર્થાત મોક્ષ એટલે શું ? એ સ્થિતિ કેવા પ્રકારની હોય? આવા પ્રશ્નો હમેશાં પૂછાતા જ રહેવાના. અહીં એ સ્થિતિનું વર્ણન નિષેધાત્મક ભાષામાં કરવામાં આવ્યું છે. જ્યાં દુઃખ નથી, સુખ નથી, પીડા કે કોઈ પ્રકારની બાધા નથી અને જન્મ-મરણનું કાઈ ચક્ર નથી–જન્મ-મરણની ઘટમાળનો જ્યાં અંત આવી ગયો છે એ સ્થિતિને નિર્વાણની સ્થિતિ કહી છે. - નિર્વાણનો અર્થ જ છે તમામ પ્રકારની બાધાઓથી કે મર્યાદાઓથી મુક્તિ. આથી આવી સ્થિતિનું વર્ણન ફક્ત નિષેધાત્મક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80