________________
જૂનાગમ સૂત્રસાર
૫૩ (નકારની ભાષામાં) જ થઈ શકે. આથી જ વેદાનતે પણ બ્રહ્મતત્ત્વનું નિરૂપણ કરવા માટે આખરે “નેતિ નેતિ' (‘આ નથી–આ નથી') ને આશ્રય લીધો છે. અર્થાત બ્રહ્મતત્ત્વને અનિર્વચનીય એટલે કે અવર્ણનીય કહ્યું છે. નિર્વાણ શું છે એ શબ્દોથી વર્ણવી શકાય નહીં પણ નિર્વાણમાં શું શું નથી-એટલું જ શબ્દથી આમ નકારની ભાષામાં કહી શકાય.
૬૯. પુગલપિંડ વ્યક્તિ સુખદુઃખરૂપ અથવા શુભાશુભરૂ૫ કમ આચરે છે, અને પિતાના એ કર્મોની સાથે જ પરભવમાં જાય છે.
(૭૮) આ પ્રમાણે કર્મરૂપે પરિણત થયેલ એ યુગલોને પિંડ એક દેહથી બીજા દેહમાં-- નવીન શરીરરૂપ પરિવર્તનમાં-પ્રાપ્ત થતો રહે છે. અર્થાત્ પૂર્વે બાંધેલા કર્મોના ફળરૂપે નવું શરીર બને છે. અને નવું શરીર મેળવી નવીન કર્મો બાંધે છે. આ પ્રમાણે જીવ નિરંતર વિવિધ એનિએમાં પરિભ્રમણ કરતા રહે છે. (૭૯)
કમ અને કર્મફળની પ્રક્રિયા અહી સમજાવવામાં આવી છે. કેમ, કર્મફળ અને પુનર્જન્મ એ ત્રણેય બાબતો પરસ્પર સંકળાયેલી છે. એનું અત્યંત સૂક્ષ્મ વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે.
કમરૂપી પુગલોને પિંડ એક દેહથી બીજા દેહમાં-પુનર્જન્મ દરમ્યાન પ્રાપ્ત થતો રહે છે. એ વાત સમજવા માટે કંઈક ઉદાહરણ કે સરળ ભાષાને આપણે આશ્રય લઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org