Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 67
________________ ૫૪. જનગમ સૂત્રસાર જૈન દર્શનમાં કર્મોને પણ એક પ્રકારના પુદગલ ગણવામાં આવ્યા છે. પ્રત્યેક કર્મ (action) સાથે એક વિચાર કે ભાવ તો સંકળાયેલો હોય જ. આથી આપણે અહીં એમ સમજવાનું છે કે કર્મ ભલે પુદ્ગલરૂપે પિંડ તરીકે બંધાતા રહે પરંતુ એ કામ સાથે સંકળાયેલ ભાવ સંગ્રહિત થતું જાય છે અને જ્યારે એ સંગ્રહિત કર્મને પાકવાને એટલે કે ફળપ્રાપ્તિનો સમય થાય છે ત્યારે એ સંગ્રહિત ભાવ પિતાને અનુરૂપ એવા પુદ્ગલોને આકર્ષે છે. અર્થાત એ ભાવનું ફરી પુદ્ગલોમાં રૂપાંતર થાય છે. અર્થાત મૃત્યુ સમયે આ ભાવાત્મક સંગ્રહનું સંક્રમણ પુનર્જન્મરૂપે થાય છે. ૭૦, સ્યાદવાદ તથા જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા ચક્ષુમાન (દષ્ટિ સંપન)નું જ્ઞાન સફ બને છે તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુના સમસ્ત પર્યાયોને અથવા એના ધર્મોને જાણનારાનું જ્ઞાન સમ્યફ કહેવાય છે. “અંધ હસ્તિ ન્યાય' તરીકે ઓળખાતું આ ઉદાહરણ સર્વ પ્રસિદ્ધ જ છે. અને તેમાં પણ સ્વાદુવાદને સમજવા માટે તે આ એક જ ઉદાહરણ પૂરતું થઈ પડે છે. છ અંધ વ્યક્તિઓ વચ્ચે હાથીના આકાર અંગે મતભેદ થાય, એક અંધ વ્યક્તિ હાથીના પગને સ્પર્શ કરીને હાથીને આકાર થાંભલા જે હોવાનું કહે છે. અને આ રીતે એ છ એ છ વ્યક્તિ પિતાપિતાની રીતે હાથીના આકારનું વર્ણન કરે છે, પરિણામે એ છ અંધ વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય છે. આખરે એક દૃષ્ટિસંપન્ન વ્યક્તિ આવીને એમના મતભેદનું નિરાકરણ કરે છે. એવી જ રીતે માનવીની સીમિત બુદ્ધિ અને પિતપોતાના કુંડાળાના સ્વાર્થોને કારણે આ જગતમાં પરાપૂર્વથી મતભેદો ચાલતા (૮૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80