________________
જેનાગમ સૂત્રસાર
४५
અલબત્ત મનને અને જીવનને સમજવા માટેની એક તાલીમ તરીકે આવી શિબિરનું ખૂબ જ મહત્વ છે. પરંતુ મુખ્ય લક્ષ્ય એ હોવું જોઈએ કે પાયાની સમજણ પ્રાપ્ત થયા બાદ સાધક માટે ભીડ, ઘેધાટ અને ધમાલવાળું શહેરનું વાતાવરણ કે શૂન્ય અરણ્ય નજીકનું સુંદર પ્રાકૃતિક સ્થળ એ બે વચ્ચે ભેદ રહે જોઈએ નહીં. ફરીફરીને વારંવાર આવી શિબિરમાં દેડી જવાની વૃત્તિ આવી સમજણને અભાવ દર્શાવે છે.
૫૮. સ્વાધ્યાય એ જ તપ જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધા કર્મોની નિજ થાય છે. નિજાનું ફળ મોક્ષ છે માટે સતત જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ.
(૬૭) બાહ્ય અને અત્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું કંઈ તપ નથી, હતું નહીં અને હશે પણ નહીં.
બાર પ્રકારના તપમાં સ્વાધ્યામને શ્રેષ્ઠ તપ કહેવામાં આવ્યું છે. કારણ કે જ્ઞાન એ પ્રકાશરૂપ છે. પ્રથમ જ્ઞાન અને પછી દયા.” એવું મહાવીરનું સૂત્ર પણ જ્ઞાનનું મહત્ત્વ સ્થાપિત કરે છે. જ્ઞાન સ્વયં પ્રકાશિત છે; અર્થાત એ પિતાને પણ યોગ્ય માર્ગ ઉપર દોરે છે અને બીજાઓને પણ ઉચિત માર્ગ દર્શાવી શકે છે.
અહી બીજી એક વાત કહેવામાં આવી છે કે જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. અહીં ધ્યાનને અર્થ એ નથી કે અડધા-એક કલાક આસન લગાવીને આંખો બંધ કરીને બેસી જવું અને પછી બાકીના સાડાત્રેવીસ કલાક યથેચ્છ રીતે કે સ્વછંદીપણે જીવવું, “ક્ષણ માત્રને પણ પ્રમાદ નહીં" એવી ધ્યાનની પરિભાષા મહાવીરે ગૌતમને ઉપદેશ આપતાં કહી છે. જ્ઞાનને અર્થ છે જીવનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org