Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 56
________________ ૪૩ જૈનાગમ સૂત્રસાર પ૬. ઉપવાસ ટૂંકમાં ઈન્દ્રીયોના ઉપશમનને જ ઉપવાસ કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ઉપવાસી જ કહેવાય છે. (૬૩) અબકૃત અર્થાત અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે ચાર ઉપવાસોથી થાય છે તેથી વધારે – ઘણું વધારે– વિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશા ભોજન કરે તે પણ એની હોય છે. (૬૪) અહીં પણ બાહ્ય તપ અને દેહદમનને ગૌણ સ્થાન છે એમ કહીને આંતરિક વિશુદ્ધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આમ છતાં અહીં માત્ર “ભાવતું તું અને વૈદ્ય બતાવ્યું એવા બહાનાથી કોઈ પિતાને જ્ઞાની સમજીને આહાર-વિહારમાં બેફામ ન બની જાય એ વાતની ખાસ ચકાસણી અને સાવધાની રાખવાની છે. જિતેન્દ્રિય સાધુ-જ્ઞાની એ જ છે કે જે પ્રત્યેક બાબતમાં વિવેકયુક્ત છે. આવા જિતેન્દ્રિય સાધુ જે કંઈ સાદે આહાર મળે એનાથી જ અને અલ્પાહારથી જ સંતુષ્ટ રહે છે. એમને કઠોર દેહદમન કે લાંબી ઉગ્ર તપશ્ચર્યાઓની આવશ્યકતા પણ નથી હોતી. કારણે કે આવી તપસ્યા દ્વારા આંતરિક વૃત્તિઓ ઉપર જે વિજય પ્રાપ્ત કરવાનો છે એવો વિજય તે એમણે પ્રાપ્ત કરી જ લીધે છે. ૫૭. ધ્યાનાગ્નિ જેને રાગ, દ્વેષ અને મોહ નથી તથા મન વચન કાયારૂપ વેગોને વ્યાપાર નથી તેનામાં તમામ શુભાશુભ કર્મોને સળગાવી નાખનારે ધ્યાનાગ્નિ પ્રકટ થાય છે. (૬૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80