________________
નાગમ સૂત્રસાર
૪૧ ત્યાગ નિષ્ફળ છે, એમ આ ગાથા કહે છે. એવી જ રીતે સવાદની-જીભની લોલુપતાની મૂળ વૃત્તિ જે વિશુદ્ધ ન થાય તે ગમે તેવું કઠેર તપ પણ નિષ્ફળ જ છે, એમ સમજવું.
ત્યાગ અને સંયમને નામે એક પ્રકારે સાંસારિક ત્યાગ કરીને પછી ધર્મને નામે અને શા સન પ્રભાવનાના નામે અનેક મોટાં પરિગ્રહની માયાજાળ ઊભી કરવી અને એ નિમિત્તે મોટે પાયે આરંભ-સમારંભને આશ્રય લે એ પણ આવી જ મૂઢતા છે અર્થાત્ મોક્ષમાર્ગમાં બાધક છે.
ભગવાન મહાવીરના પિતા તે રાજા હતા. મહાવીરે ઈછયું હેત તો પિતાના પિતાને ઉપદેશ આપીને ધર્મને નામે લાખ કરોડને ખર્ચે અનેક મોટા ઉત્સવો કરાવી શકયા હેત; અનેક ભવ્ય મંદિર અને ઉપાશ્રયે બંધાવી શક્યા હોત. પરંતુ એમણે તો સાધુ થઈને નગર બહાર ઉદ્યાનમાં કે જંગલમાં રહીને ઉપદેશ આપ્યો.
૫૪. સામાયિક તૃણુ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવે એને સામાયિક કહે છે. એટલે કે રાગ, દ્વેષ,રૂપ અભિવંગ રહિત (ધ્યાન અથવા અધ્યયનરૂ૫) યોગ્ય પ્રવૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે.
(૬૦) જે વચન ઉચ્ચારણની ક્રિયાનો ત્યાગ કરી વીતરાગ ભાવપૂર્વક આત્માનું ધ્યાન કરે છે એને પરમ સમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે.
(૬૧) જૈન ધર્મક્રિયાઓમાં સામાયિક એક નિત્ય કર્મને આવશ્યક એ ભાગ જ ગણાય છે. ૪૮ મિનિટ એક આસને બેસીને કેટલાક સૂત્રો વિધિવત ઉચ્ચારવાથી માત્ર સામાયિક કરવાને સંતોષ લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org