Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 51
________________ ૪૮ જૈનાગમ સૂત્રસાર એક સાધુનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એનું વર્ણન આપવામાં આવ્યું છે. આમાંના મુદ્દાઓ અંગે આ અગાઉ પણ કેટલુંક કહેવાઈ ગયું છે. કહે છે કે આ વિષમ કાળ છે–પડતે કાળ છે એટલે એક સાધુ પાસેથી કેવી અપેક્ષાઓ રાખવી એ નક્કી કરવું મુશ્કેલ છે. આખરે તે દરેક વ્યક્તિએ એટલે કે દરેક સાધુએ જાતે જ પિતાની જાતને જ આ પાંચેય પ્રશ્નો પુછવાનો છે. માત્ર આખો દિવસ જેમાં આ વાત વારંવાર કહેવાઈ છે એવા સૂત્રોનું રટણ કરતાં રહેવું અને છતાં પણ પિતે કયાં છે અને શું છે એ બાબત પ્રત્યે ઈરાદાપૂર્વક આંખ મીંચવી એ પિતાના આત્માનો અને જૈન શાસનને પણ દ્રોહ કરવા સમાન છે. ૫૦. બધું જ યથ શ્રમણ જે સમતા વિનાનો હોય તે તેને વનવાસ, કાય-કલેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને મૌન–બધું જ નકામું છે. (૫૫) અગાઉની ગાથામાં જે કંઈ આપણને જોવા મળ્યું એ જ વાત અહી વધુ સ્પષ્ટતાથી અને કઠેરતાપૂર્વક કહેવામાં આવી છે. અર્થાત ત્યાગ-રાગ્યના નામે પિતાની જાતને કષ્ટ આપતું ગમે તેવું કઠેર જીવન હોય, ઉપવાસોની કઠિન તપશ્ચય હોય, અને ગમે તેટલા શાસ્ત્રો અધ્યયનના નામે ઉથલાવે તો પણ જે સમતા વિનાને સાધુ હોય તે એ બધું જ નકામું છે, એમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80