________________
૩૬
જૈનાગમ સૂત્રસાર
પગથિયું એટલું જ હોઈ શકે, કે જે ઉપદેશ એ આપી રહ્યા છે એ મુજબનું એમનું પિતાનું જીવન છે કે કેમ?
હવે સૌથી મહત્વની વાત નિજાભાનું ધ્યાન કરવાની છે. સંયમ દ્વારા પ્રમાદ ઉપર કાબુ મેળવીને પછી ગુરુકૃપા દ્વારા શાસ્ત્રજ્ઞાન મેળવવાનું છે અને એ જ્ઞાન અનુસાર પિતાની જાતની ઓળખ અર્થાત્ આત્મધ્યાનને માર્ગ અહીં સૂચવવામાં આવ્યું છે.
૪૭. તૃણું અપરિમિત પરિગ્રહ અનંત તૃષ્ણાનું કારણ છે. એ બહુ જ દોષયુક્ત છે તથા નરક ગતિને માગે છે. એટલા માટે પરિગ્રહ-પરિમાણોણુવ્રતી વિશુદ્ધચિત્ત શ્રાવકે ક્ષેત્રમકાન, સોના-ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ તથા ભંડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અંગીકૃત પરિમાણનું અતિક્રમણ ન કરવું જોઈએ.
(૫૧) વધારે પડતા પરિગ્રહને અહીં અનંત તૃષ્ણાનું કારણ કહ્યું છે. આમ તે તૃષ્ણાઓને કારણે પરિગ્રહ પાછળની દેડ એવું દેખાય છે પરંતુ આ એક વિષચક્ર છે. એકવાર પરિગ્રહની લાલસામાં સપડાયા પછી તૃષ્ણ પણ વધતી જ જાય છે. અને પરિગ્રહને કારણે તૃણું અને તૃષ્ણને કારણે પરિગ્રહ આમ આ વિષે વધુ ને વધુ ફેલાતું જાય છે, એટલે જ પરિગ્રહને આ ગાથામાં નરક ગતિને માગ કહ્યો છે.
ધમને નામે ભારે જગી ઉત્સવોના ખર્ચ કરનારને પ્રતિષ્ઠા અને પુણ્યની લાલચ આપીને વધુ ને વધુ પરિગ્રહ માટેની પ્રેરણ ઊલટાની ઉપદેશક તરફથી જ જાણે કે આપવામાં આવી રહી છે. સવાર-સાંજ બે વખત પ્રતિક્રમણ દરમ્યાન બાર અતિચારમાંનું પાંચમાં અતિચાર પરિગ્રહ પરિમાણવ્રતનું રટણ આખું જીવન કરી કરીને પણ આખરે કયું શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org