________________
૩૪
જેતાગમ સૂત્રસાર
પુદગલના સ્વરૂપને જે જાણી લે છે–સમજી લે છે એને માટે બીજુ કશું જ જાણવાનું બાકી રહેતું નથી.
અગાઉ પણ એક ગાથામાં કહેવાયું છે અને પ્રાચીન ઋષિ મુનિઓએ પણ વારંવાર કહ્યું છે કે બાહ્ય જગતને–એના રહસ્યને જાણવાનું તે સહેલું છે, પરંતુ પોતાને જાણવો એ સૌ પ્રથમ મહત્વનું છે. અર્થાત પિતાની જાતની ઓળખ એ મેક્ષમાર્ગને આરંભ છે–પ્રથમ કદમ છે.
૪૫. જ્ઞાન અને આચરણ જેવી રીતે માર્ગને જાણકાર ધારેલ દેશમાં જવા માટે સમુચિત પ્રયત્ન ન કરે તો તે ત્યાં સુધી પહોંચી શકતા નથી અથવા અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઈચ્છિત સ્થાન સુધી પહોંચી શકતી નથી તેવી રીતે શાસ્ત્રો દ્વારા મોક્ષમાર્ગને જાણું લીધા પછી પણ સકિયાથી રહિત જ્ઞાન ઈષ્ટ લક્ષ્ય પ્રાપ્ત કરાવી શકતું નથી.
(૪૭) જેવી રીતે અંધની આગળ લાખે કરોડો દીવા સળગાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્રશૂન્ય પુરુષનું વિપુલ શાસ્ત્રાધ્યયન પણ અર્થહીન છે.
(૪૮) ચારિત્ર-સંપનનું અ૯પમાં અલ્પ જ્ઞાન પણ ઘણું કહેવાય અને ચારિત્રવિહિનનું ઘણું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ
(૪૯) અહીં ચારિત્રયનું–આચરણનું મહત્વ વિસ્તારથી અને ઉદાહરણો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સુજ્ઞ ગુરુને લાંબા લાંબા પ્રવચનો દ્વારા ઉપદેશ આપવાની જરૂર પડતી નથી. એ તે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org