________________
જેનાગમ સૂત્રસાર
૪૨. અપ્રમાદ તું મહાસાગર તે પાર કરી ગયો છે તે પછી, કિનારા પાસે પહોંચીને કેમ ઊભું છું? એને પાર કરવામાં શીઘતા કર. હે ગૌતમ ! ક્ષણભરને પણ પ્રમાદ ન કર.
તીર્થકરોની સમગ્ર વાણુને જે માત્ર બે જ શબ્દોમાં વર્ણવવી. હેય તો એ બે શબ્દ છે સમતા અને અપ્રમાદ. આથી જ મહાવીર પિતાના શિષ્ય ગૌતમને વારંવાર ચેતવે છે, “હે ગૌતમ ! ક્ષણભરને પશુ પ્રમાદ ન કર.”
અહીં ઉદાહરણ પણ સુંદર આપવામાં આવ્યું છે. અનેક તોફાની મહાસાગર પાર કરીને કિનારા આગળ જ અટવાની કે ડૂબવાની સંભાવના પ્રત્યે સાવધ કરવામાં આવ્યા છે. સાધક માટે નિરંતર-ક્ષણેક્ષણની જાગૃતિ માત્ર આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે. જેવી રીતે જીવન અને મૃત્યુ વચ્ચેને ફાસલે માત્ર એક ક્ષણને જ હોય છે, જેવી રીતે સે પગથિયાં ભારે પરિશ્રમપૂર્વક ચડયા પછી એક ક્ષણની પણ બેદરકારી ઠેઠ નીચે સુધી પતન કરાવી શકે છે તેવી જ રીતે વર્ષોની કઠોર સાધના માત્ર એક ક્ષણની મોહનિદ્રાથી નષ્ટ થઈ શકે છે એવા અનેક દષ્ટાંત આપણા શાસ્ત્રોમાં તે છે જ, પરંતુ આપણી આસપાસના જીવનમાં પણ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ-અનુભવી શકીએ છીએ-બીજે બહાર જેવાની શું જરૂર છે? આપણું મનને ઓળખતાં-તપાસતાં રહીએ તે પણ ઘણું છે.
કણુને પણ વિવેક અને ક્ષણને પણ વિવેક એ સુંદર જીવન. જીવવા માટે અચૂક માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org