________________
જૈનાગમ સૂત્રસાર
૨૭
જન્મની એટલે કે સંસારની જ ઈચ્છા રાખે છે. જ્યાં મોક્ષની ઈચ્છા જ નથી, ફરી ફરી સંસાર ભોગવવાની જ ઈચ્છા છે ત્યાં મુક્તિ ક્યાંથી હોય ? પુણ્યકર્મ અને પાપકર્મ એ બંનેને અંત એટલે જ મોક્ષ.
૩૬. સુવર્ણ–પિંજર પુરુષને બંને બેડીઓ બાંધે છે-ભલે પછી એ બેડી સેનાની હોય કે લોખંડની હેય. આ પ્રમાણે જ જીવને એના શુભ-અશુભ કર્મો બાંધે છે.
મોક્ષ પ્રાપ્તિ માટે શુભ કર્મોને પણ અહીં બંધનરૂપ
ગણાવ્યા છે.
- પિોપટને લોખંડના પાંજરામાં પૂરો કે સેનાના પાંજરામાં પૂર એથી પિપટના બંધનગ્રસ્ત જીવનમાં કશે જ ફેર પડતો નથી. સોનાની છરીને પણ પેટમાં હુલાવવાથી મૃત્યુ જ થવાનું છે.
શુભ કર્મની સાથે સાથે અશુભ કર્મોની પ્રવૃત્તિઓને તાત્કાલિક કવાની વાતને જે હિંમતપૂર્વક કહેવામાં નહીં આવશે તે કહેવાતા શુભ કર્મો સેનાની બેડીઓ બનીને વ્યક્તિની અને સમાજની અધોગતિ જ કરશે.
૩૭, ચાર પુરુષાર્થ મનુષ્ય જ્ઞાનથી જીવાદિ પદાર્થોને જાણે છે, દર્શનથી એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી (કર્માસવને) નિરોધ કરે છે, અને તપથી વિશુદ્ધ બને છે.
(૩૭) જુદા જુદા ધર્મો અને દર્શનેએ પિતપોતાની રીતે સંક્ષિપ્તમાં સુંદર જીવન જીવવા માટે માર્ગદર્શાવ્યું છે. આ રીતે બાઈબલના દશ આદેશ (Ten Commandments) છે; બીદ્ધ દશનમાં અષ્ટાંગ માર્ગ છે, પાતાંજલ યોગદર્શનમાં અષ્ટાંગ યોગ છે; ઈસ્લામમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org