Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 39
________________ જેનાગમ સૂત્રસાર તેથી જૈન ધર્મ અનુસાર જીવો બે પ્રકારના છે–ભવિ અને અભવિ. ભવિ છ એ છે કે જન્મ-જન્માંતરે પણ જેઓને મોક્ષ નિશ્ચયપણે થવાનું જ છે. અભવિ જી એવા જીવ છે કે જેઓને જન્મજન્માંતરે પણ મોક્ષ થવાને જ નથી. દાન કરવાથી બીજા જન્મમાં વધુ સંપત્તિ મળશે-તપ કે અન્ય ધર્માનુષ્ઠાન કરવાથી પુણ્યકર્મ બંધાશે અને દેવલોકના ઉત્તમ સુખો પ્રાપ્ત થશે એમ સમજીને મોટેભાગે આજે લોકોના ટોળેટોળાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં વળ્યા છે. હકીકતમાં આમાં ધર્મવૃત્તિનું નહીં પરંતુ લેભ, તૃષ્ણાઓ, પરિગ્રહવૃત્તિ અને લાલસાઓનું જ દર્શન થાય છે. આ બધી અત્યંત અધમ વૃત્તિઓને પંપાળીને ઉત્તેજિત કરનારા માગદશક અને ઉપદેશકોને પણ તોટો નથી. આંધળો આંધળાને દેરે ત્યારે પરિણામ શું આવે? જૈન દર્શનમાં મેક્ષ પ્રાપ્તિ અર્થે શુભ કર્મ અને અશુભ કમ એ બન્નેને સંપૂર્ણ ક્ષય અનિવાર્ય છે. અશુભ કર્મની પ્રવૃત્તિઓ ચાલુ રાખીને શુભ કર્મોના નામે કહેવાતી ધર્મ પ્રવૃત્તિઓમાં જોડાનારને મેક્ષ ખપત જ નથી પરંતુ માત્ર બીજ જન્મમાં વધુ કામભોગો. ખપે છે, ૩૫. પુસ્પેચ્છા જે પુણ્યની ઈચ્છા કરે છે એ સંસારની જ ઈચ્છા કરે છે. પુણ્ય સદ્ગતિને હેતુ જરૂરી છે, પરંતુ નિર્વાણ તે પુણ્યના ફાયથી જ થાય છે. (૩૫) કર્મ અને કર્મફળના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક કર્મનું ફળ તે અવશ્ય જોગવવાનું જ રહે છે. પુણ્ય એટલે કે શુભ કર્મનું ફળ દેખીતી રીતે સુખ ભેગવવારૂપે મળવાનું છે એટલે પુણ્યની ઇચ્છા કરનારના મનમાં વધુ ને વધુ સુખ ભવિષ્યમાં મેળવવાની લાલસા અને લુપતા જ હોય છે. અર્થાત પુણ્યની ઇચ્છા રાખનાર ફરી ફરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80