Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 37
________________ ૨૪ જેનાગમ સૂત્રસાર અધ્યયન અને શાસ્ત્રાભ્યાસનો મહિમા અહીં દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ ચિત્તની એકાગ્રતા અને જ્ઞાન માટેનું સાધન પણ શાસ્ત્રાભ્યાસને ગણવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તે એ છે કે આજકાલ અનેક ગ્રંથ અને શાસ્ત્રોને અભ્યાસ કરીને ધર્મ સભાઓ ગજવનારા મોટેભાગે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ઉત્તમ ગ્રંથના વાંચનને વ્યર્થ ગણાવીને પિતાના શ્રોતાએ તેમજ અનુયાયીઓને જડ ક્રિયાકાંડમાં જ રચ્યાપચ્યા રાખે છે. મહાવીરે તે સ્પષ્ટ કહ્યું છે : પઢમં નાણું તઓ દયા.” અર્થાત પ્રથમ જ્ઞાન અને પછી જ દયા. દેખીતું જ છે કે જેને જ્ઞાન નથી, યોગ્ય-અયોગ્ય નિર્ણય કરવાને વિવેક નથી એવી વ્યક્તિ કશુંક સત્કર્મ કરવા જશે તો પણ પરિણામ ઘાતક અને હાનિકારક આવે એવો સ્પષ્ટ સંભવ છે. ધર્મને જ નામે આજે જે વૈમનસ્ય, ઈર્ષ્યા અને લડાઈઓ ફૂલ્યાં-ફાલ્યાં છે એ શું સૂચવે છે? ૩ર. હું-મારું આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાવાળે તથા પરકીય (આત્મ-વ્યતિરિકત, ભાવને જાણવાવાળો એવો કર્યો જ્ઞાની હશે જે “આ મારું છે” એવું કહેશે. (૩૨) કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ આદિ સાંસારિક આસક્તિઓમાં ડૂબેલાઓનું આખું જીવન જ “આ મારું–આ પરાયું” વગેરે અજ્ઞાનમૂલક ખેંચાખેંચીમાં વેડફાય છે. વળી, આને કારણે સામાજિક-આર્થિક સ્તરે પણ ભારે વિષમતાઓ અને સંઘર્ષો જન્મે છે. સમાજમાંના મોટાભાગના ગંભીર ગુનાઓ પણ આ પરિસ્થિતિએની નીપજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80