Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 36
________________ જૈનાગમ સૂત્રસાર ૨૩. તમય જીવન જીવનાર પણ જ્યારે ધમને નામે પિતાના અહમ સંતોષવા અને સત્તા ભોગવવા રાગ-આદિ કષાયોને આશ્રય લેતા રહે ત્યારે તીર્થકરોની વાણી સાંભળવા-સમજવા ક્યાં જવું ? ૩૦, મૃત્યુ આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે કરવું છે અને આ નથી કરવું – આ પ્રમાણે મિથ્યા બકવાસ કરનાર પુરુષને ઉઠાવી લેવાના સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે. (૩૦) - જીવનની ક્ષણભંગુરતા, તૃષ્ણાઓની વ્યર્થતા અને મેહગ્રસ્ત મનુષ્યની બેહેશીભરી આંધળી દોટનું અહીં દર્શન કરાવવામાં આવ્યું છે. માણસ સતત જાણે કે કદી મૃત્યુ પામવાને જ ન હોય એમ ભવિષ્ય માટેની યોજનાઓ કરતે રહે છે. સાવ સીધી સાદી વાસ્તવિકતા એ છે કે જીવન અને મૃત્યુ વચ્ચેને ફાસલો એક ક્ષણ માત્રને છે. માણસ ઈરાદાપૂર્વક એને નજર અંદાજ કરતો રહે છે. રોજે-રોજ આ વાસ્તવિકતાનું સ્મરણ કરાવતા અનેક આધ્યાત્મિક પ્રવચને સાંભળવા છતાં, ધ્યાન અને યેગને નામે ચાલતી અનેક શિબિરોમાં આંટાફેરાઓ કરવા છતાં, અનેક ધર્મગ્રંથ અને ફિલસૂફીઓનું વાંચન કરીને પણ મનુષ્ય પોતે સ્વેચ્છાએ ઓઢી લીધેલ આ બેહશીમાંથી બહાર આવવા તત્પર નથી. ૩૧. શાસ્ત્રાભ્યાસ વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પોતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે, તેમજ અનેક પ્રકારના શાસ્ત્રોનું અધ્યયન કરીને એ શ્રુતસમાધિમાં લીન બની જાય છે. (૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80