________________
જેનાગમ સૂત્રસાર
૮ કલેશ જન્મ દુઃખ છે, ઘડપણ દુઃખ છે, રોગ દુઃખ છે; અને મૃત્યુ દુઃખ છે. અહે, સંસાર દુઃખ જ છે. એમાં જીવને કલેશ પ્રાપ્ત થતું રહે છે.
વૈદિક સંસ્કૃતિ અર્થાત હિંદુ ધર્મ અને શ્રમણ સંસ્કૃતિ એટલે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ બન્ને વચ્ચે એક પાયાને ભેદ. અહીં દેખાય છે. સંસારને સાવ અસાર, ભયાનક, દુઃખરૂપ અને કદરૂપે ચીતરવામાં શ્રમણ સંસ્કૃતિએ કંઈક અતિશયોક્તિ કરી હોય એમ લાગે છે. સ્યાદવાદની દષ્ટિએ પણ આવું એકાંગીપણું દેખીતી રીતે અસંગત છે. સ્યાદવાદને વરેલ જેને માત્ર એટલું જ કહી શકે. કે “અમુક અપેક્ષાએ સંસાર દુઃખરૂપ છે.”
જન્મ અને મૃત્યુ વચ્ચે પણ એક સમયગાળો છે જેને આપણે જીવન કહીએ છીએ. વ્યક્તિગત જીવનમાં અને સમાજજીવનમાં એવી અનેક બાબતો છે કે જે આ જીવનને પ્રમાણમાં વધુ સુખદ, મેળભર્યું અને સુંદર બનાવી શકે.
જીવનના સ્વીકાર સાથે સુખ અને દુઃખ એ બંનેને સમભાવે સ્વીકાર કરે એ વધુ સ્વસ્થ દષ્ટિકોણ છે.
ધર્મને નામે સંસારને માત્ર દુઃખરૂપ, ઘણાજનક ચીતરીને દેવકના વધુ સુખ પ્રાપ્ત કરવાની દોડ પોતે જ એક રીતે લાલસા, તૃષ્ણ અને લુપતા જ બની રહે છે. ધનસંપત્તિના પોટલાં ભેગાં કરવાં કે દેવકના સુખની લુપતાથી “પુણ્ય' ના પિટલાં ભેગાં કરવાં એ બે વચ્ચે પછી ફેર શું રહ્યો ? પલાયનવાદી વિચારધારાઓના હાનિકારક પરિણમેને ગંભીરપણે અને સ્વસ્થતાથી તપાસવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org