Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 32
________________ જનાગમ સૂત્રસાર યુદ્ધમાં હારે અને લાખેની દુશ્મન સેનાને જીતવી સહેલી છે. પરંતુ પિતાની જાત ઉપર વિજય મેળવે એ કેટલું કઠિન છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ (અને જાણવા છતાં પણ આપણે કદી ગંભીરપણે એને અનુસરતા નથી.) જેન તીર્થકરે માટે “જિન' શબ્દ વપરાય છે અને એને અર્થ જ આ ગાથા મુજબનો સ્પષ્ટ છે કે જેણે પિતાના આંતરશત્રુઓ ઉપર–અર્થાત રાગ-દ્વેષ-કામ-ક્રોધ-લભ-મોહ-તૃષ્ણાઓ આદિ પર વિજય પ્રાપ્ત કર્યો છે. “જૈન” શબ્દ પણ આ જિન ઉપરથી પ્રચારમાં આવ્યો છે. વાસ્તવમાં પોતાને જન કહેવડાવવાને અધિકાર એ જ વ્યક્તિને છે કે જેણે પિતાના આંતર શત્રુઓને જીત્યા હોય. ચોવીસ વર્ષ પહેલાં થઈ ગયેલ ગ્રીસ દેશના સેક્રેટિસે પણ know thyself” દ્વારા આ જ વાત બીજા શબ્દોમાં કહી છે. અહીં પિતાની જાતને જીતવાને બદલે પોતાની જાતને ઓળખવાની વાત છે. ઉપનિષદેના દષ્ટા ઋષિઓએ પણ “બ્રહ્મતત્ત્વને જાણે એ જ બ્રાહ્મણ.” એવી વ્યાખ્યા દ્વારા આ જ વાત કરી છે. પરંતુ જૈન દર્શન એક વાસ્તવવાદી અને કર્મવાદી દશન છે એટલે એક ડગલું આગળ વધીને કહે છે કે માત્ર પિતાની જાતને ઓળખીને ત્યાં અટકવાનું નથી પરંતુ એ ઓળખ પછી કશુંક નક્કર કરવાનું પણ છે; અર્થાત નક્કર કાર્ય–આંતર શત્રુઓને જીતવાનું કાર્ય. ૨૫, સર્વનાશ કોઇ પ્રીતિને, માન વિનયને, માયા મૈત્રીને અને લોભ તમામનો નાશ કરે છે. ક્રિોધ, માન, માયા અને લોભ એ ચારેયમાં લોભ એ સૌથી વિશેષ હાનિકારક હોવાનું અહીં કહેવામાં આવે છે. આનું કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80