Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 30
________________ જેનાગમ સૂત્રસાર ૧૭ આજે પણ વર્ણવ્યવસ્થાના સંદર્ભમાં અસ્પૃશ્યતા અંગેની સમસ્યાઓ આપણે ત્યાં તેમજ પશ્ચિમના વિકસિત દેશોમાં રંગભેદની સમસ્યા પડકારરૂપે ઊભી જ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો શ્રમણ સંસ્કૃતિ (અર્થાત જૈન અને બૌદ્ધ ધર્મા) વૈદિક સંસ્કૃતિમાં પ્રવેશેલ વર્ણવ્યવસ્થાની અને ક્રિયાકાંડની જડતા સામે એક પ્રતિક્રિયા અને વિદ્રોહ તરીકે આવી છે. સૈદ્ધાંતિક દૃષ્ટિએ જૈન દર્શનમાં વર્ણવ્યવસ્થા કે કુળ અને ગોત્રની દષ્ટિએ ઉચ્ચ-નીચના ભેદ સંપૂર્ણપણે અસ્વીકાર્યું અને અમાન્ય છે. ૨૨લાભ કદાચ સેના અને ચાંદીના કેલાસ – સમા અસંખ્ય પર્વત ઉત્પન્ન થઈ જાય, તે પણ લોભી પુરુષને એથી કશી અસર થતી નથી. (તૃપ્તિ થતી નથી, કારણ કે ઈચ્છા આકાશ જેટલી અનંત છે. (૨૨) લેભ અને તૃષ્ણની વૃત્તિઓની વાત અહીં સાવ સરળ અને સ્પષ્ટ રીતે મૂકવામાં આવી છે. લોભને થોભ નથી એ કહેવત તો પ્રસિદ્ધ છે. એવું જ તુષ્ણુઓ-ઈચ્છાઓ વિશે છે. મનુષ્યના જીવનમાં સામાન્ય રીતે ઈચ્છાઓને ક્યાંય જાણે કે અંત જ દેખાતો નથી. સામાન્ય સંસારીઓની તે શું વાત કરવી ? પરંતુ કહેવાતા ત્યાગીએ–બૈરાગીઓની તૃષ્ણએને શું અંત આવી ગયો છે? ત્યાગના નામે પત્ની-પુત્ર-પૌત્રાદિ પરિવારને ત્યાગ કર્યો તે વળી બીજા સ્વરૂપે શિષ્ય-શિષ્યાઓનાં ટોળાં ઊભાં કર્યા ! ઘર-જમીન-જાગીરનો ત્યાગ કરીને મંદિર-મઠો-ઉપાશ્રય ઊભા કરાવ્યા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80