________________
જેનાગમ સત્રસાર
૨૩. બ્રાહ્મણ કેણ? આ જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે લેપાતું નથી, તેવી રીતે કામ–ભેગના વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી પાસે નથી એને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૨૩) અગાઉ કહેવાયું તેમ વર્ણવ્યવસ્થા સામે વિદ્રોહ તરીકે અને વર્ણવ્યવસ્થાને નામે અન્ય વર્ગોના શેષણ સામે એક પ્રતિક્રિયા અને ક્રાંતિ તરીકે શ્રમણ સંસ્કૃતિને ઉદય થયે. આથી જન્મથી નહીં પરંતુ કર્મ થકી વર્ણ નિર્ધારિત કરવા અહીં બ્રાહ્મણની વ્યાખ્યા આપવામાં આવી છે. બ્રાહ્મણ એ છે કે જે સંસારની વચ્ચે સાંસારિક પ્રલેભનોની વચ્ચે રહીને પણ જળમાં રહેલ કમળની જેમ નિલેષપણે રહી શકે છે. અર્થાત ગીતામાં કહેલ અનાસક્તિયોગ મુજબ આસક્તિ રહિત જીવન જીવી શકે એ જ બ્રાહ્મણ છે.
અલબત્ત શ્રમણ સંસ્કૃતિના આગમન બાદ ઉપનિષદના કાળમાં ઋષિઓએ પણ આવી જ વ્યાખ્યા બ્રાહ્મણની આપી છે –બ્રહ્મ તત્ત્વને જાણે તે જ બ્રાહ્મ.”
મહાવીરે તે સ્પષ્ટ કર્યું છે કે વર્ણ-જાતિ-કુળ-ગોત્ર એ જન્મ થકી નહીં પરંતુ જે તે વ્યક્તિના કર્મ અનુસાર જ સમજવા :
કમથી જ બ્રાહ્મણ થવાય છે. કમથી જ ક્ષત્રિય થવાય છે. કર્મથી જ વૈશ્ય થવાય છે. કર્મથી જ શુદ્ર થવાય છે.”
૨૪પરમવિજેતા દુજેય યુદ્ધમાં જે હજારો યે દ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેને એ વિજય પરમ વિજય છે.
(૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org