Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 29
________________ જનાગમ સૂત્રસાર ૧૬ જૈનના સૌથી મહત્વના તહેવાર સંવત્સરીને દિવસે આખા વર્ષ દરમ્યાનને આવા વેરઝેર અને દુર્ભાવને અંત વિધિવત સાંવત્સરિક પ્રતિક્રમણ દરમ્યાનના સૂત્રો દ્વારા લાવવામાં આવે છે અને ઔપચારિક રીતે પણ અરસપરસ પ્રત્યક્ષ મળીને કે પત્ર દ્વારા આવી ક્ષમાનું આદાન-પ્રદાન થાય છે. જ્યાં રિવાજ અને વિધિ દાખલ થાય છે ત્યાં જડતા, યાંત્રિકત: અને પછી દંભ દાખલ થઈ જાય છે. પરિણામે આવી સુંદર વાત પણ લગભગ નિષ્માણ અને કેટલીકવાર તે પિતાની જાતને જ છેતરનારી ન બની જાય એટલી સાવધાની રાખીએ. ૨૧. કુળમદ આ પુરુષ અનેકવાર ઉચ ગોત્ર અને અનેકવાર નીચ ગાત્રને અનુભવ કરી ચૂક્યો છે, એટલા માટે નથી કોઈ હીન કે નથી કોઈ અતિરિક્ત, (એટલા માટે એણે ઉચ ગોત્રની) ઈછા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રને અનુભવ કરી ચૂક્યો છે) આવું જાણ્યા પછી ગોત્રવાદી કેણ હોઈ શકે? કોણ માનવાદી હોઈ શકે ? (૨૧) ૮૪ લાખ યોનિની વાત હિન્દુ ધર્મમાં પણ સર્વસ્વીકૃત છે. જૈન દર્શને જીવવિચારસૂત્રમાં જીવોના અનેક ભેદે અને પ્રભેદનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું છે. જન્મમરણ અને પુનર્જન્મની ઘટમાળમાં આ રીતે એવી કોઈપણ યોનિ નહીં હશે કે જેમાંથી જીવ પસાર ન થયો હોય. આથી જ આ ગાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મનુષ્ય જગતમીના પિતાના ઉચ્ચ કુળ, ઉચ્ચ ગોત્ર કે ઉચ્ચ વર્ણ વિશે અભિમાન કરવું કે ગૌરવ લેવું એ તદ્ન અર્થહીન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80