________________
જેનાગમ સૂત્રસાર
ધર્મ શું છે? ધર્મ કોને કહેવાય? જેને ધાર્મિક કહી શકાય એવી વ્યક્તિના જીવનના લક્ષણે શું હોય ? –આવા પ્રશ્નોને ઉત્તર આપણને આ ગાથામાંથી મળી રહે છે.
આ દશેદશ લક્ષણો જેનામાં હોય એવી વ્યક્તિના નક્કર દષ્ટાંત દ્વારા એક દર્પણની જેમ પોતાની જાતની ઓળખ થઈ શકે– પિતે ક્યાં ઊભે છે એનું ભાન થઈ શકે.
પરંતુ આજે વાસ્તવિકતા શું છે? સત્યનું તો નામનિશાન શોધ્યું જડતું નથી, સંયમને નામે દંભની બેલબાલા છે, તપ અને સ્વાદ લોલુપતા બને સાથે સાથે ચાલી રહ્યાં છે એટલે કે તપનું પરિણામ સ્વાદેન્દ્રિય પર કે વાણુ ઉપર સંયમ રૂપે દેખાવું દુર્લભ થઈ પડયું છે. બસ આટલું જ; વધુ કંઈ વાત કરવા જેવી જ નથી.
૨૦. ક્ષમા હું તમામ જીવોને ક્ષમા પ્રદાન કરું છું, તમામ જી મને ક્ષમા આપે, તમામ પ્રાણીઓ તરફ મને મૈત્રીભાવ છે. મને કોઈ સાથે વેર નથી. (૨૦)
જૈન ધર્મમાં આ એક મહત્ત્વની ગાથા છે. અહિંસાને પરમ ધર્મ કહ્યો છે અને સૂક્ષ્મ દષ્ટિએ અહિંસામાં રાગ-દ્રષ-ઈષ્યવેર વગેરે ઘણું બધી બાબતેને સમાવેશ થયેલ જ છે. આથી ક્ષમાપનાને ખૂબ જ મહિમા છે. માત્ર માણસ માણસ વચ્ચે જ નહીં પરંતુ જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાનું અહીંયા સૂચન છે.
અજાણ્યું કે સંજોગવશાત કોઈપણ જીવની હિંસા થઈ હોય કે અન્ય કોઈ રીતે દુર્ભાવ થયે હેય તો એ માટે હૃદયપૂર્વકની ક્ષમા માગવાની અને બીજાઓને ક્ષમા આપવાની વાત આટલી નક્કર અને સૂક્ષ્મરૂપે ભાગ્યે જ કોઈ અન્ય દર્શનમાં કરવામાં આવી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org