________________
નાગમ સૂત્રસાર
૧૧
(૧) જેવી રીતે ઓરડાની અંદર રહેલી વસ્તુનું જ્ઞાન પડદો થવા દેતા નથી તેવી રીતે જ્ઞાનાવરણય કમજ્ઞાનને રોકવાનું અથવા ઓછું-વધતું કરવાનું નિમિત્ત બને છે. એના ઉદયની ન્યૂનાધિકતાને કારણે કોઈ વિશિષ્ટ જ્ઞાની અને કોઈ અજ્ઞાની બને છે.
(૨) જેવી રીતે દ્વારપાળ દર્શનાથીઓને રાજાના દર્શન કરવામાં રૂકાવટ કરે છે તેવી રીતે દર્શનનું આવરણ કરનારું કર્મ દર્શનાવરણય કર્મ કહેવાય છે.
(૩) તલવારની ધાર પર લગાવેલા મધને ચાટવામાં જેવી રીતે મધુર સ્વાદ જરૂર આવે છે, પણ સાથે સાથે જીભ કપાવાનું અસહ્ય દુઃખ પણ અનુભવાય છે; તેમ વેદનીય કમ સુખદુ:ખનું નિમિત્ત બને છે.
(૪) દારૂ પીવાથી મનુષ્ય કેફથી બેહોશ બને છે, આ ધબૂધ ગુમાવી બેસે છે તેમ મોહનીય કર્મના ઉદયથી વિવશ બનેલે જીવ પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે.
(૫) હેડમાં (બેડીમાં) પગ નાખેલી વ્યક્તિ હાલવા-ચાલવામાંથી રોકાઈ જાય છે. તેવી રીતે આયુકર્મના ઉદયથી છવ પિતાના શરીરમાં મુકરર સમય સુધી ગેરંધાયેલું રહે છે.
(૬) જેવી રીતે ચિતારો વિવિધ પ્રકારના ચિત્રો બનાવે છે, તેવી રીતે નામ કમના ઉદયથી જીવોના વિવિધ પ્રકારના દેહની રચના થાય છે.
(૭) જેવી રીતે કુંભાર નાનાં-મોટાં વાસણે બનાવે છે તેવી રીતે ગોત્ર ક્રમના ઉદયથી જીવને ઉચ્ચ કે નીચ કુળની પ્રાપ્તિ થાય છે.
(૮) જેવી રીતે ભંડારી (ખજાનચી) દાતાને દેતાં અને ભિક્ષુકને લેતાં રોકે છે તેવી રીતે અંતરાય કમના ઉદયથી દાનલાભાદિમાં બાધા ઊભી થાય છે. આ પ્રમાણે આઠ કર્મના સ્વભાવે છે. * આ વિવેચન “સમસ્ત’ના પાના નં. ૨૨-૨૩ ઉપરની પાદટીપ
મુજબનું યથાવત લેવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org