________________
૧૨
નાગમ સૂત્રસાર
-
૧૫, મિથ્યાત્વ જે જીવ મિથ્યાત્વથી ગ્રસ્ત થાય છે તેની દ્રષ્ટિ વિપરીત થઈ જાય છે. જેવી રીતે જવરગ્રસ્ત મનુષ્યને મીઠે રસ પણ ગમતું નથી તેવી રીતે એને પણ ધર્મ ગમતો નથી.
જે ન દર્શનમાં સમકિત અને મિથ્યાત્વ એ બે શબ્દો ખાસ અર્થમાં વારંવાર આપણી સામે આવે છે. સમકિતને અર્થ છે સત્યને યર્થાથરૂપે સત્ય તરીકે સ્વીકારવું. એનાથી વિપરિત સત્યને અસત્ય તરીકે કે મારીમચડીને વિકૃતરૂપે કે સગવડિયા અર્થધટને કરીને માનવું એનું નામ મિથ્થા દષ્ટિ. અહીં ઉદાહરણ દ્વારા એ વાત સમાવવામાં આવી છે કે જેવી રીતે તાવગ્રસ્ત રોગીને મિષ્ટ પદાર્થો પણ કડવા અને તુરા લાગે છે, તેવી રીતે મિથ્યાવીને ધમ વચને કડવાં લાગે છે.
૧૬. બહિરાભા તીવ્ર કષાય-યુક્ત બની મિસ્યાદ્રષ્ટિ શરીર અને જીવને એક માને છે, એ બહિરાત્મા છે. (૧૬)
અહીં શરીર અને આત્માની ભિન્નતાની વાત કહેવામાં આવી છે. દર્શનશાસ્ત્ર ક્ષેત્રે ખાસ કરીને ભૌતિકવાદી અને જડવાદી એવા ચાર્વાકદર્શન સિવાયના ઘણુંખરા દર્શનેએ પોતપોતાની રીતે શરીરથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. ચાર્વાકનું તો સૂત્ર છે કે “ખાઓ, પીઓ અને જીવનમાં વધુ ને વધુ સુખ અને આનંદને ઉપભેગ કરતા રહે.” – “ઈશ્વર નથી–આત્મા નથી. પરલેક નથી અને મૃત્યુ સાથે બધી જ બાબતોનો અંત આવી જાય છે. આથી પરલેકની કે પરભવની ચિંતા કરવાની કે ભયભીત થવાની જરૂર નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org