Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 22
________________ નાગમ સત્રસાર જે કંઈ સ્વાથ્યને હાનિકારક આહાર કર્યો હશે એનું પરિણામ રોગ અને પીડા રૂપે અવશ્ય ભોગવવું જ પડે છે. જેમ રોગ થાય જ નહિ એ માટે સ્વાથ્ય અંગે આપણે જાગૃત રહીએ છીએ- રોગને આવતો અટકાવવામાં જ ડહાપણ છે એમ લાચારીપૂર્વક પરવશ થઈને કર્મફળ ભોગવવાનો વખત આવે એને બદલે જીવનની પ્રત્યેક પળ ઉપગપૂર્વક એટલે કે સાવધાનીથી વીતાવીએ. ૧૨. આમધ્યાન ઈન્દ્રિયાદિ ઉપર વિજય મેળવીને જે ઉપયોગમય (જ્ઞાન-દર્શનમસ્ય) આત્માનું ધ્યાન કરે છે તેને કર્મબંધન નથી. માટે દિગલિક પ્રાણ એની પાછળ-પાછળ કેવી રીતે જઈ શકે ? (અર્થાત એને ન જન્મ લે પડતું નથી. (૧૨) જેના જીવનની પ્રત્યેક પળ જાગૃતિપૂર્વક વીતે છે એને માટે કર્મબંધનને પ્રશ્ન જ રહેતો નથી. સંચિત કર્મો ભગવાઈ જાય અને નવા કર્મબંધન થાય નહિ એટલે દેખીતું જ છે કે એવા આત્મા માટે જન્મ-મરણની આ ઘટમાળને આખરી અંત આવેઅર્થાત મોક્ષને પામે. જેવી રીતે આજે વૈજ્ઞાનિક દષ્ટિએ રોગને સંબંધ જુદા જુદા રોગના જંતુઓનું (બેકટીરીઆ-વાયરસ) શરીરમાં લેવું અથવા તે શરીરમાં પ્રવેશવા સાથે છે, તેવી રીતે જૈન દર્શન અનુસાર કર્મનું સ્વરૂપ પુદગળ રૂપે છે. શુભ-અશુભ કર્મરૂપી પુદગળ આપણું નજીક ખેંચાઈને આવે જ નહિ એવું નિત્ય વિવેકપૂર્વકનું અને અપ્રમાદયુક્ત જીવન જીવવું એ જ મહાવીરઅણુત મોક્ષમાર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80