________________
જૂનાગમ સૂત્રસાર
અહીં કર્મ અને કર્મફળના સિદ્ધાંતની લાક્ષણિકતા બતાવવામાં આવી છે. વાલિયા લુંટારાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ જ છે. અશુભ કર્મનું ફળ તે વ્યક્તિએ પિતે જ ભોગવવાનું હોય છે, અને કર્મના ઉદય વખતે મિત્રો, કુટુંબીજને એ દુઃખમાં ભાગ લેતા નથી–લઈ શકતા પણ નથી.
જયારે ભયાનક રોગોથી શરીર ઘેરાય છે ત્યારે કુટુંબીજને એ રોગના દુઃખને હિસ્સો લઈ શકતા નથી. માત્ર તેઓ લાચારીથી રાગીની એ યાતનાઓ જોઈ રહે એટલું જ.
પિતાના કુટુંબીજનોના વધુ ને વધુ સુખ ખાતર મેહધ બનીને જે ગમે તેવા અધમ કાર્યો કરતો રહે છે, – મેનકેન પ્રકારે ધનસંપત્તિની પાછળ દોડતો રહે છે, તે પોતાની દુર્દશાને તે નેતરે જ છે પણ સમાજની પણ હાનિ જ કરતે રહે છે.
૧૧. પરવશતા જેવી રીતે કોઈ પુરુષ વૃક્ષ ઉપર ચડતી વખતે સવવશ હોય છે; પરંતુ પ્રમાદવશ એ જ્યારે વૃક્ષ ઉપરથી નીચે પડે છે ત્યારે એ પરવશ બની જાય છે, તેવી રીતે જીવ વવશપણે કર્મ કરે છે પણ કર્મના ઉદય વખતે એને (કમ) ભેગવવું પડે છે ત્યારે એ પરવશ બની જાય છે.
(૧૧) - કોઈ એક કામ કરવું કે ન કરવું એ માટે મનુષ્ય સ્વતંત્ર છે પરંતુ એકવાર એ કર્મ કર્યા પછી એનું ફળ ભોગવવામથી એ કદી પણ છટકી શકે નહિ. જેવી રીતે શું ખાવું અને શું ન ખાવું એ આપણું હાથની જ વાત છે પરંતુ સ્વાદની લુપતાને વશ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org