Book Title: Jain Shwetambar Conference Herald 1906 Book 02
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 11
________________ ૧૯૦૬ ] શ્રી અનારસ યથા વિજયજી જૈન પાઠશાળા. * પ્રયાસ અમુખ્ય અંશે નૂતન, સ્તુત્ય તથા અનુકરણીય છે. પરધર્મી આપણા ધર્મની ખૂબી અને ઉત્ત મતા જોઈ જૈન થાય એ સર્વોત્કૃષ્ટ છે, પરંતુ પરધર્મીઓ આવી બાધા લે, એ પણ એક આડકતરીરીતે જૈન ધર્મના વિજ્ય ડંકા છે. અનારસમાં બ્રાહ્મણા પણ માંસાહાર કરે છે, અને તેમાંના થાએક મુનિમહારાજના ઉપદેશની અસર થવાથી તેઓએ માંસાહાર ત્યાગ કર્યો છે. કાશીમાં ધણા ઘાટા છે, અે તેમાંના એક “ ભદેણી ” ધાટપર જીવહિંસા થતી હતી, તે મુનિરાજના પ્રયાસથી બધ થઈ છે. આવ ધાર્મિક કાર્યો શાંતિથી કરાવવાં એમાંજ સાધુપણાનું—મનુષ્યજીવનનુ—સાફલ્ય છે. ઉપદેશપધ્ધતિ ફેરવવા સબંધી——અમુક અંશે રીત અલ્વા સંબધી—બાબતષર્ સાધુવર્મનું લક્ષ નમ્રરીતે ખેચીએ છીએ, ગદ કાર્તક વદ ૪ ચેાથે તે જીલ્લાના કલેકટર મી. રમાશંકર મિશ્ર, એમ. એ. પાઠશાળાની મુલાકાતે પધાર્ય હતા. આ ગૃહસ્થ રૂ. ૧૩૦૦ ના માસિક પગારથી ગાજીપુર જીલ્લાના કલેકટર છે. જાતે બ્રાહ્મણ છે. અસલને! સમય એવા અધ મમત્વના હતા કે મારૂં તેજ સારૂ અને ખીજાવુ જોઇએ તેવું સારૂ તે પણ ક! નહિ. હાલ ઈંગ્લિશ કેળવણીના પ્રતાપે અને ઉત્તમ અસર તરીકે એ સ્થિતિ અમુક અંશે ખદુઃ લાઇ ગઇ છે. પરધર્મનું પણ જે ઉત્તમ હાય તે ખુલ્લા દિલથી કબૂલ કરવું એ હાલના ઈંગ્રેજી રાજ્ય અમલ દરમ્યાનની એક ઉત્તમ ખૂખી છે. બ્રાહ્મણધર્મ અને જૈનધર્મને મધ્યકાળમાં કૈવેદ્ય નિકટ સંબંધ હતા, તે તે ઇતિહાસવાચકાને સારીરીતે વિદિત છે ! પરંતુ કલેકટરની પદવીના એક બ્રામ્હણ આપણી આ એક પુરી પાડશાલાને વખાણુતા ોઇ અમને અતિશય હર્ષ થાય છે. આ ગૃહસ્થ બે વર્ષ પછી નાકરીમાંથી વાનપ્રસ્થ થવા સંભવ છે. તેએની ઈચ્છા એમ છે કે વાનપ્રસ્થ થવા પછી હું મારૂ જીવન પાઠશાળાનેજ અર્પીશ. અમને અત્યારે ઇંગ્લિશ અને દેશી વાનપ્રસ્થ જીંદગી ગાળવાના પ્રસંગ, અને તેના તફાવત યાદ આવી નય છે. આપણા દેશમાં ૫૫ વર્ષ તે ઉમરની આખર જેવું ગણાય છે, જ્યારે વિલાયતમાં ૭૫ વર્ષે પણ દેશસેવા માટે ખડા રહેલા મુબઇ ઇલાકાના આગલા ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન અને હિંદના પૂજ્ય પ્રતાપી વાઇસરોય લોર્ડ રીપન જેવા અનેક દેશભકતા છે. ધાર્મિક ક્રિયા આવશ્યક છે, પહેલ પગથીઆ સમાન છે, કાઈરીતે વિસારવા જેવી નથી. પરંતુ દેશસેવા, પાપકાર, જ્ઞાતિશ્રેય એ પ્રકારે તેટલાજ ઇષ્ટ છે. હાલમાં શાંત, દાંત, ધીર મુનિરાજ શ્રી કપૂરવિજયજી જે વલ્લભીપુરના રહીશ છે, અને સેંટ્રીકયુલેટ છે, તે શ્રી અનારસ આ પાઠશાળાના કામમાં બની શકતી સહાય આપવા ત્યાં વિચર્યા છે. જેવીરીતે ખ્રિસ્તીઓનાં મિશનેા દેશના સર્વ ભાગામાં જૂદા જૂદા પથરાઈને, તેની માન્યતા પ્રમાણે, જન કલ્યાણનાં કાર્યો કરે છે, તેવીજ રીતે જૈના, સાધુએ, અને દરેકને માટે આ ઉત્તમ મિશન છે. જ્ઞાનદાન બહુ ઉત્તમ અને ઉચિત દાન છે. તે દેવાથી આત્માનું ખરૂં શ્રેય થાય છે. આ પાઠશાળાનેા મુખ્ય ઉદ્દેશ વિદ્વાને તૈયાર કરવાનેા તથા સંસ્કૃત ભાષાની વૃધ્ધિ કરવાના છે. પાઠશાલામાં ઉદાસી સાધુએ, સન્યાસ તથા બ્રાહ્મણાપણુ અભ્યાસ કરે છે. અમુક અંશે આપણા ધર્મપર તેમની શ્રધ્ધા વધે તેમાં નવા જેવું નથી. વર્ષમાં અે વખત પરીક્ષા લેવાય છે. પહેલી છમાસિક પરીક્ષા પંડિતવર પદ્મનાભ શાસ્ત્રીએ લીધી હતી. બીજી છમાસિક એટલે પ્રથમ વાર્ષિક પરીક્ષા ત્યાંની કિવન્સ કાલેજના અધ્યા પક સુપ્રસિધ્ધ પડિત, ન્યાયરન, તર્કવાગીશ પંડિત સીતારામ શાસ્ત્રીએ લીધી હતી. ત્રીજું શ્રીમાન મહામહોપાધ્યાય પડિતઅગ્રણી શિવકુમાર શાસ્ત્રીજીના શિષ્ય પંડિત રઘુનંદન શાસ્ત્રીએ લીધ હતી, ચેાથી શ્રીમન મહામહેાપાધ્યાય સર્વત ંત્રસ્વતંત્ર સ્વામી રામમિત્ર શાસ્ત્રીએ લીધી હતી. છેલ્લું એટલે પાંચમી પરીક્ષા તેમના શિષ્ય પડિત શ્યામસુંદરાચાર્ય વૈશ્યે લીધી હતી. આ છેલ્લા પરીક્ષ ગૃહસ્થ પરીક્ષાના પરિણામથી એટલા બધા સતેવું પામ્યા કે પેાતાના પદથી તેમણે ઇનામે વહેચ્યાં, એટલુંજ નહિ પણ એવા ઉત્તમ રોરા કરી ગયા છે કે “મને આશા છે કે પ ૫-૬ અથવ ૯-૧૦ વર્ષમાં જૈનેામાં આશરે ૧૦૦ પડિતા સત્ર થશે.” આ પાઠશાળામાં પંડિત અંબાદત્ત શાસ્ત્રી વાણીશજા શાસ્ત્રી, અને હરનારાયણ શાસ્ત્રી, એ પ્રમાણે ત્રણ તે બ્રાહ્મણ પંડિત શિક્ષકા છે. આ ઉપરથી અમે ઘેાડાક અનુમાના ઉપર આવીએ છીએ. કાશીના ધુરંધર પડિતા આપણી પાઠશાળામાં આવે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 494