Book Title: Jain Shwetambar Conference Herald 1906 Book 02
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 9
________________ ૧૯૦૬ ] ચેથી કેફરન્સમાં ચવાતા વિષયે. નવમે હરાવ સ્વધમાં ભાઈઓને આશ્રય આપવા માટે છે. તેમાં ત્રીજે પિટા મુદો પરદેશગમનના સવાલ સાથે સંબંધ ધરાવે છે. કેટલાક ઠરાવો એવા હોય છે કે કાગળપરું અમુકે હૈદરુંધી પહોંચ્યા પહેલાં મૂકવાથી વાત બગડી જાય અને બગડી ગયેલી વાત ઠેકાણે આવતાં વરસ લાગે. આ ઠરાવ એવા પ્રકારની છે કે જે તેમાં મમત થઈ જાય તે જે સવાલની બાબતમાં અત્યારે. સકારક સ્થિતિ ચાલે છે તે ઉલટાઈ જાય તેટલા માટે આ બાબતમાં કોઈપણ ઠરાવ કરવાની જરૂર નથી એવો અમારે આધીને મત છે. નિરાશ્રિત જૈનેના સવાલને અંગે માબાપ વગરના બાળક માટે મુંબઈ જેવા શહેરમાં “એરફનેજર (નિરાશ્રિતાલય) સ્થાપવાની જરૂર છે. આ વરસે આ સવાલ ઉપાડી લેવામાં આવેલ ઠીક પડશે, મુખ્ય મુદે નિરાશ્રિતની બાબતમાં કોઈપણુ બંધારણની જરૂર છે. અશક્ત કે વૃદ્ધને મર્દદ આપવા ઉપરાંત બીજા માણસોને યોગ્ય ધંધે ચડાવવા સારૂ બંદોબસ્ત કરવો જોઈએ. આ સવાલ સ્થાનિક સેક્રેટરીઓ ઉપાડી લે એવા બધારણવાળી યોજના મૂકવી ઠીક થઈ પડશે. દશમો ઠરાવ લવાદીથી ચુકાદો કરવાનો છે જે પેપર પર શેભે છે. આપણું હાથમાં સત્તા ન હોવાથી જીતનાર તેનો લાભ લેવા ખુશી થાય પણ હારીજનાર અંતે કેટને આશ્રય લે છે. આ બાબત સૂચના કરવી જ બસ છે, કારણ કે કોર્ટમાં જવામાં વખત અને પૈસાને ભોગ થાય છે તે લોકો સમજે છે અને બૃનતા સુધી પંચથી પતાવવાની વેતરણ કરે છે. અગ્યારમે હરાવ હાનિકારક રીત રીવાજો બંધ કરવાનો છે. સાંસારિક સ્થિતિ સુધર્યા વગર દેશની કે કેમની ઉન્નતિ થવાની નથી એ નિર્વિવાદ જેવું છે. છતાં રિવાજોમાં ફેરફાર કરવા માટે કેળવણું– ઉચા પ્રકારની કેળવણી અને ખાસ કરીને સ્ત્રી કેળવણીની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી લોકે પોતાની મેળેફરજ સમજી સુધારા કરવા નીકળે ત્યાં સુધી આપણે સૂચના કરવી એ કામ સારૂ છે. બાકી ખરૂં કામ તે કેળવણીના પ્રચારથીજ થશે. રીવામાં પાંચમી સૂચના જૈનધર્મની કન્યા અન્યમને નહિ આપવા માટેની સૂચના છે. આવી રીતે કન્યા આપવાનું ક્ષેત્ર ઘટાડવાની સૂચના છે ત્યારે જૈન કેમમાં અરસ્પર કન્યા આપવાની પણ સચના કરવી જોઈએ. કાંઈ નહિ તો શ્રીમાળી, ઓશવાળ વગેરે પોતપોતાનામાં સર્વત્ર વ્યવહાર કરે એવું તે થવું જ જોઈએ. આટલી સુચના વધારવાની જરૂર છે, કારણ કે અસલના વખતમાં દુર દેશમાં વ્યવહાર વધારવાથી કન્યાને દેશવટે મલવા જેવું થતું હતું જ્યારે હાલમાં કાઠીઆવાડ ગુજરાતને વ્યવહારના સાધન વણ વધી ગયાં છે. બાકી બાળલગ્ન, વિવાહ કન્યાવિથ, રડવાફૂટવા વિગેરે હસવો માટે તે બેમત જેવું છેજ નહિ. બારમો ઠરાવ સ્વધર્મ બાંધામાં કુસંપ દુર કરી ઐક્યતા કરવા માટે છે. આ ઠરાવને હેતુ શું છે તે સમજી શકાતો નથી. પણ આપણા ભાઈઓ અને સ્થાનકવાસી જૈને વિગેરેમાં એક્યતા વધારવાની સૂચના કરવાની હોય તે ઠરાવ આદરણીય છે અને તેને વહેવારૂ રૂપ કેવી રીતે આપવું તે વિચારવા યોગ્ય છે. હાલમાં કેટલીક જગાએ બન્ને કામ વચ્ચે નપસંદ કરવા લાયક ટંટા દેખાય છે થાય છે તે અટકાવવા માટે બન્ને પક્ષના આગેવાનોની એક વગવાળી કમીટી નીમવાની યોગ્યતા બાબત વિચાર કરવો જોઈએ. આ કરાવ વધારે યોગ્ય સદોમાં અને પ્રૌઢભાષામાં લખી વિચાર ચલાવો એ સારૂ છે. - તેરમે ઠરાવ લોકલ ઈન્ડસ્ટ્રી (સ્થાનિક ઉદ્યાગ) ને ઉત્તેજન આપવાનો છે અમારા અનુભવ પ્રમાણે કોન્ફરન્સ એ વિષયને અડી શકે નહિ. આપણે એ સવાલ લેવાની અગત્યતા પણ નથી અને લેવો હોય તે તેને ધાર્મિક આકારમાં લઈ શકાય. બાકી તે કોન્ફરન્સના અંગમાં સમાઈ શકતો નથી. ચઉદ ઠરાવ પર્વ દિવસે રજા મેળવવા અરજી કરવાને છે. . . . . પંદરમો ઠરાવ પ્રાંતિક કેન્ફરન્સ ભરવાની અગત્યતા ઠસાવવા માટે છે જે સારે છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 494