Book Title: Jain Shwetambar Conference Herald 1906 Book 02 Author(s): Gulabchand Dhadda Publisher: Jain Shwetambar Conference View full book textPage 8
________________ જૈન કોન્ફરન્સ હોલ્ડ [ જાન્યુઆરી, છે. પાઠશાળાઓ તથા કન્યાશાળાઓમાં ચલાવવા માટે યોગ્ય ગ્રંથોની જરૂર છે અને તે સાફ વિદાનવીની કમીટી મીમી તે કાર્ય પૂરા પૈસા ખરચી તૈયાર કરાવવા અમે ભલામણ કરીએ છીએ. જેને વર્ગમાં સક્ષરે ઉત્પન્ન થશે ત્યારે વાચનમાળા બનાવશે, અત્યારે તો ધાર્મિક શિક્ષણ સારૂ દ્રવ્યોનુગ તથા ચરણેકરણનુગના સાદા પણ ઉચા જ્ઞાન સાથે આનંદી કથાનુગનું મિશ્રણ કરીને કર્ષણીય ગ્રંથા બહાર પાડવાની જરૂર છે. કોઇપણ ચેકસ ઠરાવપર આવવા પહેલાં કોન્ફરન્સ આ બાબતમાં પણ એક નાની કમીટી નીમી રિપોર્ટ માંગશે તો વધારે ચેકસ કામ થશે. પાંચમો વિષય શિલાલેખોને છે. એ નવીન પણ સારે વિષય છે. આ સંબંધમાં કેન્ફરન્સ હવે કાંઈ કરવું જોઈએ. ઈનામ આપી વલ્લભીપુર તથા બીજા પ્રાચીન મંડેની શોધખોળ કરાવવી જોઈએ. આ બાબતમાં Wilson Philological Lectureship fezla zgoy Alla vila el Hi CHARLHION જેવી એકાદ ભાષણમાળા પણ ઉધાડવાની જરૂર છે. જેથી શોધક બુદ્ધિના માણસો પ્રયાસ કરી વળી હકીક્ત અજવાળામાં લાવશે. આ ઉપરાંત શેખેળ કરનારને બીજી રીતે પણ ઉત્તેજન આપવાની જરૂર છે, જ્યાં સુધી ઈતિહાસની મદદથી જૈન ધર્મની પ્રાચીનતા સ્થાપવામાં આવશે નહિ ત્યાં સુધી નવીન સંસ્કારથી અભ્યાસ કરેલા મનપર તે મોટું માન ઉપન્ન કરશે નહિ તેથી એ બાબત ધર્મભાવના દૃઢ કરવામાં અને તેને પિષવામાં બહુ ઉપકારી થઈ પડશે. આ એક સામાન્ય લાભ છે તે ઉપરાંત બીજા પણ અનેક લાભ છે જે વિચાર કરવાથી સહજ જણાઈ આવે તેવા છે. છો વિષય જીવદયાને છે. જૈન ધર્મનો પાયો અહિંસા ઉપર બંધાય છે તેથી આ વિષય બહુ અગત્યનું છે. તે બાબતમાં યોગ્ય વિચાર કરીને કાંઈ બંધારણ બાંધવાની બહુજ જરૂર છે. હાલમાં આપણી પાંજરાપોળે ચાલે છે તે અસલના રણ પ્રમાણે ચાલે છે તેમાં સમયાનુસાર ફેરફાર કરવા ઉપરાંત પ્રાણીઓ ઉપર નિર્દયતા અટકાવવા માટે યોગ્ય જગાએ અરજીઓ, માંસાહારી લોકોમાં ફળાહારથી થતા ફાયદાને ચેપાનીયા ઉપરાંત આ વિષયે બાબત આપણે હવે હાથ પર લેવાની જરૂર છે. બનતાં સુધી કાગળપર શોભે એવા ઠરાવો કરવાને બદલે હવે કેટલીક બાબતમાં વ્યવહારૂ રીતે કામ કરવાનો વખત આવી લાગે છે. જનાવરની વિરાધનાથી બનેલી ચીજો ન વાપરવા માટે કન્ફરંસ ભલામણ કરે તેજ બસ છે. અશક્ય ત્યાગ શિવાય વિચારવંત જૈન એવી વસ્તુને અડે પણ નહિ.. સાતમો ઠરાવ મુનિ કોન્ફરન્સના છે. સંસારના ત્યાગી, વસ્તુતઃ રાગદ્વેષ રહિત, નિરભિમાની અને સંસારપર ઉપકાર કરવાની નિષ્કામવૃત્તિથી જીવન અર્પણ કરવાવાળા નિસ્પૃહી મુનિઓનું મંડળ મળવું અશક્યજ ધારવામાં આવે એ પંચમકાળને પ્રભાવ છે, કેટલાક કારણથી બીજી કોન્ફરંસ વખતે એક * નિયમ કરવામાં આવ્યો છે કે મુનિ મહારાજ સંબંધી વિષય આપણે લેવા નહિ અને ભાષણ કરનારે તેઓના સંબંધમાં કાંઈ બોલવું નહિ. આ નિયમ બહુજ ડહાપણુથી ઘડવામાં આવ્યો છે અને હાલ તુરત આ ઠરાવ છેડી દેવાનું અમે ડહાપણું ભરેલું ધારીએ છીએ, એના કારણે લખવાની જરૂર લાગતી નથી. આ ઠરાવને અમલ સાધુઓની વિચારણું અને આપણી સ્થિતિ સુધારવાની ફરજના ખ્યાલઉપર . રાખવો વધારે અનુકૂળ પડશે. આઠમો ઠરાવ શુભખાતાઓના હિસાબ બહાર પાડવા બાબતનો છે. એને ટુંકામાં પતાવી દે જોઈએ, અથવા સમુચ્ચય ઠરાવમાં લઈ જવો જોઈએ. એ બાબતમાં આગેવાન, દેરાસર તથા તીર્થના ટ્રસ્ટીઓનું ધ્યાન ખેચવું જોઈએ. આ સબંધમાં એક તીર્થરક્ષક કમીટી' જેવી સંસ્થા કરવાની જરૂર છે. આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓનેજ એ કમીટીમાં ફેરવી નાખવા જોઈએ, અથવા તેઓ સાથે બીજાને જોડવા જોઈએ. આ કમીટી સર્વ તીર્થની દેખરેખ રાખવાને હમેશા તૈયાર રહે. દીગબર ભાઈઓએ એવી એક સંસ્થા ઉભી કરી છે અને તેથી બહુ લાભ થયો છે એમ કહેવાય છે . આ બાબત સજેકટસ કમાટી ધ્યાન પર લેશે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 494