Book Title: Jain Shwetambar Conference Herald 1906 Book 02
Author(s): Gulabchand Dhadda
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 7
________________ ૧૯૦૬ ચેથી કોન્ફરન્સમાં ચર્ચવાના વિષે. કોમની દષ્ટિ તે તરફ સ્વાભાવિક રીતે ખેંચાયેલી રહે છે. આ વખતની કેજરસના પ્રમુખ તરીકે શેઠ વીરચંદ દીપચંદ સી.અાઇ , ને પસંદ કરવામાં આવ્યા છે. તે પસન્ની થોગ્ય સ્થાન ઉતરે છે. ખરી અગત્યતા આ પ્રસંગે ક્યા વિષયો પર ચર્ચા કરવાનો છે તે પર રહે છે. આ વખતે પાટણના સુજ્ઞ વિદ્વાનોએ કુંકુમ પત્રિકા સાથે સૂચના રૂપે કેટલાક વિષે ચર્ચા વિચાર બતાવ્યો છે તેથી તેજ ભૂમિકા પર આપણે વિચાર ચલાવીએ. અગ્રપદે “કેળવણી નો વિષય આવે છે અને તે પ્રમાણે તેને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. અમે વારંવાર જણાવ્યું છે કે જ્યાં સુધી કેળવણીની બાબતમાં યોગ્ય બંદેબસ્ત કરવામાં આવશે નહિ ત્યાંસુધી સર્વ સવાલ નકામા છે. જ્યારે જૈનભાઈએ કેળવણી લઈ પોતાની ફરજ સમજશે ત્યારે જીણોદ્ધાર, પુસ્તકેદ્ધાર, હાનિકારક રિવાજોને ત્યાગ વિગેરે કોન્ફરંસના લીસ્ટ પર દેખાતા સર્વ વિષયોમાં પિતાની મેળેજ સુધારે થઈ જશે. એ સંબંધમાં પછી કાંઈ પણ ભાષણ કે ઉપદેશની આવશ્યક્તા રહેશે નહિ. અમારું પિતાનું આધીન મત તે એટલે દરજે છે કે કન્ફરંસમાં કેળવણીનો વિષય એકલો જ ચર્ચવામાં આવે તે પણ કેન્ફરંસ હેતુ પાર પડે. કેળવણીના વિષયને પ્રાધાન્ય આપવામાં આવે છે એ નિઃસંશયછે, છતાં પણ એ વિષય પર હજુ બહુ બેલાવાની જરૂર છે. સ્થાને સ્થાને લાઈબ્રેરી, ગામે ગામમાં ધાર્મિક કેળવણીની સંસ્થા, યુનિવર્સિટીમાં સ્કોલરશિપ, ભાષણની શ્રેણુઓ અને ધાર્મિક શોધખોળ વિગેરે વિગેરે અનેક પ્રકારે કેળવણીને મદદ થવાની જરૂર અમે જોઈએ છીએ અને તે હકીકત બેતાના મન પર ઠસાવવાની જરૂર છે. તેટલા માટે આ અગત્યના વિષયને એક આખો દિવસ આપવામાં આવશે એમ આશા છે. જાપાનના શાસનમાં ફરમાવ્યું છે કે “મારા આખા રાજ્યમાં અભણ માણસને ધારણ કરનાર એક પણ ગામ કે શહેર ન રહેવું જોઈએ ” એજ શાસન દરેક જૈનની બાબતમાં ખરું પડતું જેવીની કવરૂઆત એકદમ કરી દેવી જોઇએ. આ બાબત પર બની શકે તેટલા વિદ્વાન વક્તાઓ ચુંટવા અને વિષયને સર્વ દિશાએથી સર્વ અપેક્ષાએ ચર્ચવાની અમે ભલામણ કરીએ છીએ. બીજો વિષય છર્ણમંદિરે દ્ધારનો છે. એ સવાલ જુને છે, અને તેને માટે ફંડની જરૂર છે. બાકી, દરેક વરસે એ સવાલ લેવાની જરૂર રહેતી નથી. એને માટે છેવટે એક સમુચ્ચય ઠરાવ (Omnibus Resolution ) મૂકો અને તેમાં આ ઠરાવપર જરા વિવેચન કરવું. મારવાડ વિગેરે જગાએ એ બાબતમાં બહુ કરવાની આવશ્યકતા છે. પૈસા એકઠા કરવાની જ જરૂર છે. પ્રાચીને પુસ્તકેદ્ધારની બાબતમાં જેસલમીરમાં થએલા કામ માટે સતિષ બતાવવો અને અલભ્ય ગ્રંથ છપાવવા અથવા કિપી કરાવવા ભલામણ કરવી એજ અશેષ કર્તવ્ય છે. જે બની શકે તો એ બાબતમાં એક કમીટી નીમવી અને નહિ એ ઠરાવને પણ સમુચ્ચય કરાવામાં લઈ જ. જૈન પુસ્તકોને અંગે અને કેળવણીના વિધ્યને અંગે સુચના કરીએ છીએ કે એવી જૈન સેંટ્રલ લાઈબ્રેરી જેમાંથી સર્વ પ્રકારના જૈનપુસ્તકો છાપેલાં અને લખેલાં લભ્ય થાય, એવી મધ્યબિંદુ, ગણુતા ઈ શહેરમાં સ્થાપવાની ખાસ જરૂર છે. વિદ્વાનોને એથી સગવડ થશે અને સર્વ અમુલ્ય વસ્તુઓ જળવાઈ રહેશે. આ સૂચનામાં પણ મોટા ખરશ્ચનો સવાલ છે અને તે બની શકે તેવો છે તેથી તે બાબતમાં એક નાની કમીટી નીમી તેઓનો રિપોર્ટ લેવાની ગોઠવણ કરવાની જરૂર છે. વાંચનમાળાને લગત છે. ધાર્મિક કેળવણીની ખામી સ્પષ્ટ દેખાય છે અને તેમાં સુધારો કરવા સારૂ યોગ્ય ગ્રંથની જરૂર છે. કેટલાક લોકે ચાલુ સરકારી વાંચનમાળાને બદલે જૈન માળા દાખલ કરાવવા માંગે છે. આ વિચાર પુસ્તકપર કે ભાષણમાં શોભે છે, પણું તેને વહેવારૂ રૂપ આપવા સારૂ જે અસાધારણ વિદ્વત્તાની જરૂર પડે છે તેવા વિદ્વાને આપણું કેમમાં હાલ જોવામાં આવતા નથી. અમે કોઈ પણ બાબતપર તેલ રેડવા ઈચ્છતા નથી. પણ વસ્તુસ્થિતિના ખરા ભાન વગર કેટલીકવાર શક્તિને નકામે ઉપયોગ થાય છે તે બચાવવાની જરૂર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 494