________________
ગુપ્ત જ્ઞાન,
માણસો જેને “મૃત્યુ' કહે છે. તે એક સ્થિત્યંતર માત્ર છે, તે સ્થિતિ પછી “હું” નાશ પામતું નથી પણ માત્ર “હું” ઉપરનું હાડમાંસનું શરીર જેને જૈન શાસ્ત્ર ઉદારીક શરીર એવા નામથી ઓળખાવે છે તે શરીર જમીનમાં દાટવાથી કે અગ્નિમાં બાળવાથી પંચભૂતમાં ભળી જાય છે અને બાકીનાં બે શરીરો એટલે કે તેજસ્ અને કામણ શરીર તે “હું” અથવા “આત્માની સાથે જાય છે. થીઓસોફીસ્ટો કહે છે કે ઈચછા શરીર” અને “માનસિક શરીર” એ બને, આત્મા સાથે જાય છે. કેટલું બધું મળતાપણું ! .
જીવના અનંત પ્રદેશ” છે એટલે કે જીવ એક અમર્યાદ પિલાણ છે એમ જૈન શાસ્ત્ર માને છે અને હેના દરેક પ્રદેશમાં સમયે સમયે અનંત પરમાણુ (જડ પદાર્થનું નાનામાં નાનું રૂપ ) ને સ્પર્શ થાય છે. આ પરમાણુંઓના અનેક ભેદ છે. કેટલાક પરમાણું આખે દેખી શકાય છે તેથી આપણે હેનું અસ્તીત્વ કબુલ કરીએ છીએ, પણ જેમ હવા એક પદાર્થ છે છતાં હેના પુગળ જોઈ શકાતા નથી તેમ તેથી વધારે સૂક્ષ્મ પરમાણુઓથી બનેલું તત્વ ઇચ્છા છે, અને તેથી વધુ સૂક્ષ્મ પરમાણમાંથી બનેલું તત્વ “વિચાર” છે. એ ઇચ્છા અને વિચાર નામના સૂક્ષ્મ પદાર્થોને આંતર્ દષ્ટિવાળાઓ જોઈ પણ શકે છે અને જેન ધર્મમાં તે દરેક જાતના પરમાણુને વર્ણ, ગંધ, સ્પર્શ અને રસ હોવાનું બતાવ્યું છે. મતલબ કે ઇચછાઓ અને વિચારનાં બનેલાં બને શરીર કાલ્પનિક નથી પણ વર્ણ, ગંધ, સ્પર્શ અને રસ એટલા ગુણોવાળાં અને અમુક મર્યાદાવાળાં શરીર છે, અને અમુક પાયરીએ પહોંચેલા મનુષ્યએ તે શરીરને પોતે જોઈને હેને ખ્યાલ બીજાઓને આપવા માટે ચિરા પણ તૈયાર કર્યો છે.
હમણાં, આ સ્થળે, એક દાખલા તરીકે આપણે અરિહંતના કાર્મણ શરીરની વાત લઈશું. જે અંગ્રેજી પુસ્તકમાં આ (અગિતના) ફાર્મણશરીરનું મહર ચિત્ર આપ્યું છે એ પુસ્તકમાંના વિચારોને આપણે તપાસીશું તથા જૈન શાસ્ત્રમાં વર્ણવેલા અરિહંત પ્રભુના અતિનું વર્ણન પણ તપાસીશું. એનું મળતાપણું શબ્દમાં નહિ પણ ભાવમાં બન્નેને મળતાપણું આપણને આનંદ આપ્યા સિવાય રહેશે નહિ.