________________
મુનિના શબ્દો સાંભળી રાજાને ઘણું દર્દ થયું. આવા ઉત્તમ પુરૂષનું આવું ભવિષ્ય સાંભળી કોના મનમાં દુઃખ ન થાય ?
પછી પૈયા ધારણ કરીને રાજ બોલ્યો : “હે પુત્રી ! અહીં આઇ. મહારી વાત સાંભળ. બેટા! ગુણી--સુંદર અને તે સાથે જ લાંબા આયુવ્યવાળા કે બીજા પુરૂષને પસંદ કર.”
માવિત્રી બોલી: “પિતાજી ! જડેને હું મનથી વરી ને તે વરી ? ચૂકી. હવે મહારે બીજો વર ન જ જોઈએ; અને આપને એવું કહેવું પણ યોગ્ય નથી. સુકુલમાં જન્મ પામેલી અને દઢ નીતિવાળી કન્યા જેને પિતા, મન અર્પે છે હેને જ પરણે છે. એ દીર્ધાયુઃ હોય કે નહિ તે પણ તે મહારો પતિ છે, બીજે નહિ. બીજા જનક, સહેદર કે પુત્ર તુલ, પુરૂષોથી મારે શું લેવાદેવા છે? આપ પિતા થઇ આવું નિંદીત કમ મહને બતાવે છે એ શું? પતિવ્રતા તે હદયથી પણ વ્યભિચાર કરી શકે નહિ. )
પુત્રીની આવી હઠ જોઈને પિતા દુઃખમાં પડ્યો. મુનિએ કહ્યું: “હું રાજન ! ભવિતવ્યતાની ગતિ પ્રબલ છે. કરી દે વિવાહ; સૈ સારાં વાના થશે. ”
હારે ઘણી વાત કહેવા છતાં કન્યા એકની બે થઈ નહિ હારે કન્યા તથા પરિવારને લઈને રાજા, ડાં શાશ્વપતિ ધુમસેન તપોવનમાં રહેતો હતો ત્યહાં ગયે. - પરોણાઓનું આતિથ્ય કર્યા બાદ ઘુમસેને રાજા અશ્વપતિને આંગમને કારણ પૂછ્યું
“મહારી આ પુત્રી આપના સુપુત્ર માટે લગ્નમાં સ્વીકારો. હે મહાદય ! આ વિનંતિ સ્વીકારીને અમને આનંદ આપો.” અશ્વપતિએ કહ્યું.
- “હે નૃપ ! મહારું રાજ્ય મહારા હાથમાંથી ચાલ્યું ગયું છે; મહારાં ચા નકામાં થયાં છે; હું આ તપે વનમાં રહી માત્ર પ્રભુભજન કરું છું. આવી સ્થિતિમાં આપની પુત્રીને સ્વીકારીને દુઃખી કરવી એ મારે માટે શોભાપદ નથી.” ઘુમસેને જવાબ આપ્યો. આહા, સજજને કેટલા બધા દયાળુ અને સ્વાર્થ ત્યાગી હોય છે !
અશ્વપતિએ કહ્યું: “ હે કરૂણાનિધે ! આ વિચાર કરતા જ નહિ. દુખ કોઈની પાસે સ્થીર રહેતું નથી, તેમ સુખ પણ રહેતું નથી. વિશ્વને