________________
ઍમ.એ. થયા પછી તમે શું બંધ કરવા ઈચ્છે ? રૂપ એવો મહા સિદ્ધાંત છે, અને એ જ સિદ્ધાંત ઉપર કામ કરવા હું ઇચ્છું છું; કારણ કે હરિકથા જેવી ધર્મની બાબતમાં તથા આત્માની ઉન્નતિ કરવાની બાબતમાં જે વાત કેટલાક લોકોને વાંધાભરેલી લાગે તેવી વાતે ભેળવી દેવી એ કઈ ઠીક કહેવાય નહિ. તેમજ ધર્મ સંબંધી, નીતિસંબંધી, તથા પિતાની અને દેશની આબાદી સંબંધી એટલી બધી બાબતે કહેવાની હોય છે કે તે બધાંને છેડીને વાંધાભરેલી રાજધાની બાબતે તેમાં શા માટે વચ્ચે લાવવી નેઇએ? આમ કહીને હું કાંઈ એમ કહેવા નથી ઇચ્છતા કે રાજકારી બાબતે ખરાબ છે, અથવા તેમાં કોઈએ ભાગ લેવો જોઈએ નહિ, પણ હું જે કહેવા ઈચ્છું છું તે એ જ કે, રાજદ્વારી બાબતો અતિશય મહત્વની અને બહુજ જરૂરની બાબત છે, એટલે જેણે એ બાબતનો ખાસ અભ્યાસ ર્યો હોય, જે પોતે પોતાને અંકુશમાં રાખી શક્તા હોય, જેનું પોઝીશન બહુજ સારું હોય અને જે રાજ્યની તથા પ્રજાની સ્થિતિ સમજતા હોય તેવા અનુભવી માણસો પિતાનાં જાહેર જૂદાજ મંડળોમાં રાજધાની ચર્ચા પલાવે તે બહુ ઉત્તમ વાત છે, પણ ધર્મનાં મંદીરમાં હરિકથા સાથે તેને ભળી દેવાની ભૂલ ન કરવી જોઈએ, એમ હું માનું છું, અને એ જ નિયમ કામ કરવા ઇચ્છું છું.
આ બધું સાંભળીને મેં કહ્યું કે, હરિકથા કરવાનું કામ બહુ ઉત્તમ છે, એમ તે મહારી ખાત્રી થઈ છે; પણ તમે એ કામમાં ફતેહ મેળવશે એમ શા ઉપરથી ધાર્યું? એને માટે કંઇ ખાત્રી છે કે
ત્યારે ચંદુલાલે કહ્યું કે, હા, ફતેહ મેળવીશ એ બાબતમાં તો મને કાંઈ શંકા જ નથી. કારણ કે હું જોઉંધું કે, જે માણસો બીજું કાંઈ પણ વધારે જાણતા નથી પણ માત્ર થોડાક ભક્તોનાં ચરિત્ર અને કોઈક કોઈક પુરાણની માત્ર હેટી હેટી બહારની વાને જાણતા હોય તેઓ પણ હરિકથા કરી શકે છે, અને તેવાઓની કથામાં પણ ઘણું માણસ હોય છે, ત્યારે મને તે અંગ્રેજીનું તથા સંસ્કૃતિનું સારું નાન છે, મેં ઘણી જાતનાં પુસ્તકો બહુ છૂટથી તથા સમજી સમજીને. વાંચેલાં છે, હું ઘણાએ કથા કરનારાઓને મળેલ છું, મહારો સ્વર પણ ઠીક છે, મને ગાયન ગાવાને તથા બજાવવાનો શોખ છે, અને અમારી સેક્સયટીમાં પણ હું એક સારો વક્તા ગણાઉં છું, તેમજ હરિકથા કરવાની -હારી ખાસ ઈચ્છા છે, એટલે આશા રાખું છું કે બહુ સહેલાઈથી એ કામમાં હું ફતેહ મેળવી શકીશ. એ સિવાય હારી ફતેહનું બીજું પણ