________________
નહિતછુ. સાયને આપણે પસંદ કરી શકીશું નહિ, હલકાં કે ઉચ્ચ ભુવનેપર, કાં તે પત્થરમાં, કે વનસ્પતિ રૂપે, પ્રાણી રૂપે કે મનુષ્ય રૂપે કે છેવટે દેવરૂપે-પણ
હાં સુધી શરીર દ્વારા જીવન વ્યકત થાય છે ત્યાં સુધી બધું એક સરખું જ છે. હાં સુધી તે પ્રકૃતિને લગતું છે, હાં સુધી તે ભાયાવી છે, ત્યહાં સુધી તે આત્મિક કદાપિ કહેવાય નહિ. મનુષ્ય સૂદમ ભુજની કે માનસિક ભુવનની સિદ્ધિઓ મેળવે, દૂર આકાશમાં આખા વિશ્વપર દેખી શકાય તેવી દષ્ટિ ખીલવે, દેવોનાં ગીત અથવા તે સ્વર્ગમાં મત્રત મધુર તે સાંભળે, પણ આ સઘળું માયાવી છે અને ક્ષણભંગુર, છે. આનું જીવન એ કદાપિ શાધિત તેમજ આધ્યાત્મિક નથી.
વધારે ખરું “આધ્યાત્મિક શું? જે ચૈતન્ય સર્વત્ર ઐક્ય અનુભવે છે, દરેકમાં એક આત્માને જુએ છે, અને આત્મામાં દરેક વસ્તુને જુએ છે, તે જ ચૈતન્યનું જીવન આધ્યાત્મિક જીવન ગણી શકાય. જે જીવન હજારે બનાવની અંદર થઈને, ભાયાની જાળ ભેદીને દરેક બદલાતા આકારમાં પણ એક શાશ્વત તત્ત્વને જુએ છે તે જ જીવન આધ્યાત્મિક જીવન છે. આત્માને જાણો, આભાપર પ્રીતિ રાખવી, આત્માને અનુભવ કરવો એ જ ખરી અધ્યાત્મ વિદ્યા છે, અને દરેક સ્થળે આત્માને જે એજ ખરૂં જ્ઞાન છે.
! તે સિવાયનું સર્વ અજ્ઞાન છે; તે સિવાયનું સર્વ અધ્યાત્મિક છે.. જે હમે એકવાર આ વ્યાખ્યા બરાબર સમજે તે હમે માયાવી નહિ પણ સતને શોધશે, અને આકારના જીવનને નહિ પણ આત્મિક જીવનને શોધશે. આત્મિક જીવનને ખીલવવાના ચોક માર્ગો હમારે ગ્રહણ કરવા પડશેજ, અને ચૈતન્યને પ્રકટ થવામાં મદદગાર થાય તેવા નિયમોને હમે શોધશે કે જેથી કરીને સર્વવ્યાપક ચૈતન્યની સાથે આ ચૈતન્યતાના એમને અનુભવ થાય અને દરેક આકૃતિ તે આકૃતિને વારતેજ વહાલી નહિ લાગે, પણ તે આકૃતિની અંદર રહેલે આત્મા જે આકૃતિને પણ આત્મા છે હેને લીધે આકાર વહાલું લાગશે. હારે ઉચ્ચ જીવનની આત્મિક બાજુના સંબંધમાં મિત્રેયીએ યાજ્ઞવાક્યને પૂછયું, વહારે યાજ્ઞવલ્કયે કહ્યું હતું કે, પતિ પતિને ખાતર પ્રિય નથી પણ આત્માને ખાતર પતિ પ્રિય છે, પત્ની પત્નીને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર પત્ની પ્રિય છે. આ પ્રમાણે દરેક ચીજ, બાળક, પ્રિયજન, મિત્ર, અને સ્થૂલભુવનની પેલી
વળી જીદગી વગેરે સર્વ બાબતે આત્માને લીધે જ પ્રિય છે. દેવે પણ દેને ખાતર પ્રિય નથી, પણ આત્માને ખાતર જ દે પ્રિય છે. આ જ