________________
મહાત્મા બુદ્ધ,
આટલા પ્રસ્તાવ બાદ હવે આપણે બુદ્ધમહાત્માનાં જુદાં જુદાં શાસ્ત્રોમાંથી જુદા જુદા વિષય ઉપરના ઉપદેશે અને અભિપ્રાયો તપાસીશું. પ્રથમ આત્મ સંબંધમાં શ્રી મહાવીર પ્રભુના સમકાલીન બુદ્ધદેવ શું કહે છે તે જોઈએ.
आत्मजय. મનુષ્ય પોતાની જાતને હાલી ગયું હોય તે તેણે તેની જાતની લક્ષપૂર્વક તપાસ રાખવી.
પ્રથમ તે મનુષ્ય પોતાની જાતને જ યોગ્ય વસ્તુ તરફ દેરવવી.
અને પછી બીજાને તે ભલે શીખવે. આ રીતે સુજ્ઞ પુરૂષ દુઃખી થશે નહિ.
- જે પ્રમાણે મનુષ્ય બીજાને વર્તન કરવાનું શીખવે, તે જ પ્રમાણે જે પિતે વર્તન કરે તે પોતે આત્મસંયમી હેઈ, બીજાને વશ રાખી શકે, કારણ કે સ્વાત્મસંયમ અતિ દુષ્કર છે.
આત્મા જ આત્માને નિયતા છે; બીજે કણ નિયંતા હોઈ શકે ?
થોડાજ મનુષ્યને લભ્ય એવા નિયતાને, સંપૂર્ણ રીતે આત્મસંયમથી જ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. * મનુષ્ય પોતે જ દુષ્ટ કમને કર્તા છે તેમજ વળી ભોક્તા છે.
મનુષ્ય જ દુષ્ટ કામને બંધ રાખનાર તેમજ પિતાની જાતને પવિત્ર બનાવનાર પણ છે. મનુષ્ય પોતાની મેળે જ પવિત્ર અથવા અપવિત્ર થઈ શકે. બીજાને પવિત્ર બનાવવાનું કોઈ પણ શક્તિમાન નથી.
બીજાના મહાન ધર્મને ( ફરજને ) વાસ્તુ પણ મનુષ્ય સ્વધર્મને ત્યાગ કરે નહિ. પિતાના ધર્મને જાણુને મનુષ્ય સ્વધર્મ પ્રતિ અહર્નિશ ધ્યાન રાખવું. - જે એક મનુષ્ય રણસંગ્રામમાં સહસ્ત્રવાર છતે અને બીજે મનુષ્ય આત્મા ઉપર જ્ય મેળવે તે તે બીજો મનુષ્ય સઘળા જીતનારામાં શ્રેષ્ઠ છે.
બીજા સઘળા મનુષ્યો ઉપર જ્ય મેળવવા કરતાં આત્મા ઉપર જ્ય મેળવવો તે શ્રેષ્ઠ છે. આત્મજય મેળવનાર અને સંયમમાં રહેનાર પુરૂષના