________________
જે હિતેચ્છ એવા “સંકલ્પ” અથવા “ભાવના” મનમાં ઘોળાયાં કરે એ બાબત કાળજી રાખવી જોઈએ. શરીરશાસ્ત્રના ઉસ્તાદ તેમજ અધ્યાત્મીઓએ આ બાબત પર પિતાની ફીદાગીરી બતાવેલી છે.
(૩) સ્વચ્છ ખુલ્લી હવામાં કસરત કરવી જોઈએ અને ખોરાક જેમ બને તેમ સાદ તથા પોશાક ખુલ્લો વાપરવાનો નિયમ રાખવો જોઈએ. આટલી શરતે પાળીને નીચેની કસરત કરનાર માણસ લાંબું અને તદુરસ્ત આયુષ્ય ભોગવે છે. (૪) કસરત પાંચ રીતે થઈ શકે –
૧૦ હાથની જુદી જુદી રીતે હીલચાલ કરી વાળવાથી. ૨. પગની જાદી જદી રીતે હીલચાલ કરી વાળવાથી. ૩. શરીરના ઉપલા અડધા ભાગને જુદી જુદી રીતે વાળવાથી ૪. માથા તથા ગરદનને જુદી જુદી રીતે વાળવાથી. ૫. હાથ પગ તથા શરીરના બધા અવયવોને એકી વખતે વાળવા
તથા હલાવવાથી. આ પાંચ પ્રકારની કસરતે કેવી રીતે કરવી તે હમણાં જ વિચારીનું અને ત્યાર બાદ, એ કસરતથી ક્યાં ક્યાં દરદ મટે છે તે વિચારીશું.
હાથની કસરતે. હાથને જુદી જુદી રીતે વાળવાથી અને હલાવ્યાથી શરીરના ચોકસ અવયવને ગતિ મળે છે અને તેમ થવાથી તે તે ભાગમાં લેહી ફરે છે અને નિરોગીપણું પ્રાપ્ત થાય છે.
કસરત કરતી વખતે સીધા ઊભા રહેવું, પગની એડી એકમેક સાથે લગાડવી, ઘુંટણ સરખા રાખવા, છાતી બહાર કહાડવી, પેટ અંદર લઈ જવું, હાથ ઝુલતા રાખવા, ખભા પાછળ લઈ જવા, ગરદન સીધી રાખવી, અને સામું જોવું.
એવી રીતે ઉભા રહીને નીચે મુજબ જૂદી જૂદી કસરત કરવીઃ
(૧) ઉપર લખ્યા પ્રમાણે ઉભા રહી બને હાથના ખભાને ઉપર ચહડાવવા, નીચે ઉતારવા, પાછળ લઈ જવા, આગળ લાવવા; એ પ્રમાણે ૩ થી ૧૦ વખત કરવું. હારે ખભા ઉપર અને પાછળ જાય ત્યહા * દમ નાક વાટે ખેંચ; હારે ખભા આગળ અને નીચે જાય ત્યારે ખેંચેલે દમ છાડવો.