________________
તનહુતીનું શાસ્ત્ર.
૭ એમના પહેલા મુદાને એટલે કે ખાન-પાનને પ્રથમ વિચારીએ. તદુરસ્તીનો મુખ્ય આધાર ખાન-પાનની બાબતમાં વપરાતા ડહાપણ ઉપર રહે છે. અને “ખાન-પાનની બાબતનું ડહાપણ એકજ કાયદો ફરમાવે છે કે “સ્વાદ ખાતર ખાતા નહિ.” - હવે જુઓ; આપણામાંના કેટલાઓ ભારે ખોરાક ખાય છે? કેટલાઓ સ્વાદીષ્ટ ખોરાક ખાય છે? કેટલાઓ ભૂખ ન છતાં પણ “ટેસ્ટ” ખાતર ખાય છે ? કેટલાઓ કોઈના આગ્રહથી જરૂર કરતાં વધારે ખાય છે? શું આ સર્વ “ખાન-પાન’ની બાબતને ડહાપણને ઓળંગી જવા સરખું કામ નથી? અને ડહાપણને ઓળંગી જનાર માણસ શું સુખી થઈ શકે જ ખરો?
આ સાદી વાતને વધારે વજનદાર પુરૂષના શબ્દોમાં સમજાવવી હોય તે અમેરિકાના પ્રખ્યાત ડાકટર એડ્વર્ડ યુઈ M. D. ના કરતાં વધુ વજનદાર પુરૂષના શબ્દો આપણને ભાગ્યે જ મળી શકે તેણે હજારે દરદીએની કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ લખ્યું છે કે –
૧ હવારમાં વહેલા કશું જમવું નહિ. ૨ કુદરતી ભૂખ લાગ્યા સિવાય કદી અને મુદલ ખાવું નહિ.
આ બે મુખ્ય નિયમ લખ્યા બાદ, દરેક કોળીઓ પુષ્કળ ચાવીને પછીજ ગળે ઉતારે, તથા જમતી વખતે પાણી પીવું નહિ એ બે નિયમો ઉમેર્યા છે. તે કહે છે કે “માણસજાતને થતું દરેક દરદ શારીરિક ભૂલ કે ગફલતમાંથી ઉત્પન્ન થાય છે, કે જે ભૂલ પછીથી દરદનું રૂપ ધારણ કરે છે; અને આ થવાનું કારણ હમેશાં જઠરાગ્નિ અને જઠર રસના પ્રમાણુ કરતાં વધારે ખવાયલે ખોરાક એ જ છે.” - સાયન્સ કહે છે કે, શરીરનું દૈવત અથવા તત્વ લોહીની અંદર રહેલું છે, અને રોગ એ બીજું કાંઈ નહિ પણ લેહમાં દાખલ થયેલું અકુદરતી નુકશાનકારક તત્વ છે. જે ખોરાક આપણે ખાઈએ છીએ અને જેવી રીતે આપણે ખાઈએ છીએ, તેનું પાચનક્રિયાથી અને હજમીયતથી લેહી બને છે. આપણે એવી રીતે ખાઈએ કે જેથી કરીને સંપૂર્ણ પાચનક્રિયા અને હાજમીયત થાય, તે આપણું શરીરમાં સંપૂર્ણ રીતે સ્વચ્છ હી પેદા થાય; અને આ સ્વછ લેહી એ જ સંપૂર્ણ તનદુરસ્તી. આથી ઉલટું અપૂર્ણ પાચનક્રિયા અને અપૂર્ણ હાજમીયતથી અસ્વચછ લોહી ઉત્પન્ન થાય છે અને