________________
૨૨
જૈનહિતેચ્છ જૈનેતર લેકે “રામ” નામ અનાદિ કહે છે
તે જૈન દૃષ્ટિએ ખરું છે કે કેમ?
દરેક ચોવીશીમાં ૬૩ શલાકા (પ્રખ્યાત) પુરૂષો હોય છે. જેવા કે૨૪ તીર્થંકર, ઘર ચક્રવત્તી, ૮ વાસુદેવ, ૮ પ્રતિવાસુદેવ અને બળદેવ. ચક્રવર્તી છ ખંડના અધિપતિ હોય છે અને વાસુદેવ તથા પ્રતિવાસુદેવ (વાસુદેવના પ્રતિપક્ષી) એ બે ત્રણ ત્રણ ખંડના અધિપતિ હોય છે. એટલે કે આ ત્રણે પીધરા રાજ્યના અધિકારી હોય છે, અને તીર્થકર તથા બળદેવ એ બે દિક્ષાના અધિકારી હોય છે, તેથી આ છેલ્લા બે સર્વ પૂજવા યોગ્ય ગણાય છે. | તીર્થકર મહારાજનું પિછાન સર્વ જેનોને અવશ્ય હોય છે જ, પરંતુ બળદેવનું પિછાન થોડા જનોને હોય છે, તેથી આ નીચે તત્ સંબંધમાં થોડું ખ્યાન આપવું દુરસ્ત ધાર્યું છે.
વાસુદેવના જેટભાઈને બળદેવ કહે છે; બળદેવનું બીજું નામ રામ છે. “સાધુવંદણમાં કહ્યું છે કે “એણી અવસર્પિણીમાં, આઠ રામ ગયા મેક્ષ, બળભદ્ર મુનીશ્વર, ગયા પંચમ દેવક.” એનો ભાવાર્થ એ છે કે. આપણું ભરતક્ષેત્રની. વર્તમાન અવસર્પિણીમાં ૮ રામ (બળદેવ) પૈકી ૮ રામ મેક્ષ ગયા અને નવમા રામ બળભદ્ર પાંચમા દેવલેકે ગયા.
આઠમા રામનું નામ રામચંદ્ર અથવા પદ્ધ હતું અને હેમના નાનાભાઈ (વાસુદેવ) નું નામ લમણ હતું. નવમાં રામનું નામ બળ રામ અથવા બળભદ્ર હતું, હેમના નાનાભાઈ (વાસુદેવ)નું નામ કૃષ્ણ હતું.
સદરહુ હકીકતથી સમજાય છે કે—પઢીવાચક “રામ” શબ્દ અનાદિ છે એટલે કે દરેક ચોવીશીમાં હોય છે અને નામવાચક “રામ” શબ્દ, આપણા ભરતક્ષેત્રના આઠમા બળદેવ (રામ) શ્રી રામચંદ્રજી અમરનામ શ્રીપદ્મ માટે છે.
શ્રી રામચંદ્રજી વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામિના વારે આઠમા બળદેવ (રામ) હતા.