________________
હમે હમણું શું કામ કરો છો ?
૧૧.
મુખ્ય કામ એ જ છે કે, આ ગામમાં ગુણ માણસ કેણ છે? અદ્ભુત શક્તિવાળા માણસ કોણ છે? બહુ શરિરબળવાળા કે બુદ્ધિબળવાળા માણસ કોણ છે ? બહુ પરમાર્થી કે બહુ ત્યાગી કોણ છે? બહુ ધનવાન કે બહુ વિધાન કોણ છે? બહુ સારી દયા જાણનાર કે બહુ સારા કારીગર કોણ છે? બહુ મોટા વેપારી કે બહુ સારા ખેડુત કોણ છે ? બહુ સારા વહાણવટી કે બહુ સારા સાધુ કોણ છે? બહુ સારા માસ્તર કે બહુ સારા મુસાફર કોણ છે? અને બહુ બહાર પડતી ભલી બાઈઓ કે પરમાર્થમાં જીંદગી ગાળનારા ભાઈઓ કોણ છે, હેને જ હું તપાસ કરું છું, અને એમાં જે માણસમાં મહને કાંઇક ખાસ જાણવા જેવું લાગે કે “સ્પેશીઆલીટી” લાગે તે માણસને હું મારા શેઠ પાસે જવાની ભલામણ કરું છું, અને તે માણસ જે ગરીબ હોય તો મારા શેઠને ખરચે હું હેને જવાનું કહું છું, અને એ માટેની હકીકત હું મારા શેઠને અગાઉથી જણાવું છું. મહારા શેઠને હાં ભજેના વાડી બંગલા નોકર ચાકર અને ગાડી ઘડાની સગવડો છે, એટલે કેઈ પણ માણસને હેમને ત્યહાં કોઈ પણ જાતની અગવડ પડતી નથી, તેમજ શેઠ પોતે ઘણાજ મિલનસાર, બહુજ લાગણીવાળા, ઘણી જ સાદા, બહુ નમ્રતાવાળા અને સામા માણસના ગુણને જલદીથી ઓળખી લે તથા હેમની કદર કરે તેવા છે, તેથી હેમને ત્યાં જે માણસ જાય તે રાજી થઈને તથા હેમના મિત્ર બનીને પિતાને ઘેર જાય છે, અને પાછી ઘેર જતાં પહેલાં બેચાર દિવસ, અઠવાડીઉં, પખવાડી અથવા મહિને, બે મહિના પિતાની ફુરસદ પ્રમાણે, લાયકાત પ્રમાણે અને આસપાસના સંજોગો પ્રમાણે, તે શેઠને હાં રહે છે. એટલા વખતમાં હેમન ગુણની કદર કરે તેવા બીજા કેઈ ગૃહસ્થ એ શેઠને હાંથી મળી જાય છે, અને કદી તુરતને તુરત એવો જોગ ન મળે તે મહિને બે મહિને ચાર છ મહિને અથવા વરસ બે વરસે પણ જરૂર કાંઈ સારી તક મળે છે, કારણકે હેમને ત્યહાં બધા પ્રકારનાં માણસો આવે છે. જેમકે, વિદ્વાને, ધનવાન, શોધક, કારીગરો, ખેડૂત, મજુરો, બાવાઓ અને બાઈએ વગેરે સી હેમને ત્યાં આવે છે; તેથી પ્રસંગે પાત એક બીજાને જેવી સગડો જોઈતી હોય તેવી ધીરે ધીરે મળી રહે છે; કારણકે આ જગતમાં વસ્તુઓની, વિચારોની, માણસોની કે ધનની ખોટ નથી, પણ એ બધી વસ્તુઓ જુદે જુદે ઠેકાણે પડેલી છે, હેને જેમ જોઈએ તેમ સંયોગ કરી આપ હેનીજ ખોટ છે, અને એ ખેટને લીધે જ આપણે પાછળ રહી જઈએ છીએ; માટે એ ખોટ પુરવા સારૂ ગુણીજનોને એક બીજાને મીલાવી આપવાં એ જ કામ મહે તે