________________
જૈનહિતેચ્છું
માસિક પત્ર.
و ۹ ۱۰ به
و به بیا بیا ، بی بی را به یه وا ده فيه و یا یه ، به بیابانی
امن و با بی می
و یا ۱۴ به بي نيا بيا في نهاية قره فيا و مربية ما بود و با يه به، سوره که به به . مه ،
م ، فيا بيه ولا نی که به به به به و قه برف روبی
ه
ب
પુસ્તક ૧૩ મું]
જુન, ૧૯૧૧,
[અંક ૬ ઠે
પ્રેરણું અથવા અદશ્ય મદદ.
આ લખનારને–આ પત્રના સમ્પાદકને ગઈ તા. ૧૨ મીની હવારે કેટલોક આત્મષ થયો હતો. જે કામ ઉપાડવામાં આવ્યું છે હેને પગ પોતે નથી એવું કેટલાંક પરિણામો ઉપરથી જેણુયાથી હેને હદ
માં દુઃખ થયું અને હૃદયના ભાવે જાણવાની–હેને સહજ પણ ખ્યાલ માંધવાની શક્તિવાળા પુરૂષો ન જડવાથી એ દુઃખમાં વૃદ્ધિ થઈ. એ નિરાશાની થોડી પળો વચ્ચે એને એમજ થઈ આવ્યું કે વધુ. યોગ્ય પુરૂષો માટે આ કામ છોડી દેવું એ જ ઇચ્છવા યોગ્ય છે. એક તરફ સાધનોની મામી, બીજી તરફ સ્વવર્ગના તેમજ અન્ય ગણાતા વર્ગના વિરોધ સામે ટકી રહેવા માટે કરે પડતે વીર્યવ્યય, ત્રીજી તરફ પિતાનું જ્ઞાન આગળ વધારવાની તીવ્ર અભિલાષાને દાબી રાખનાર સંજોગો અને ચોથી તરફ પતા તરફથી પ્રસંગે થઈ જતી ભૂલોના ભાનને ડંખ: આ સર્વને લીધે એકજ નિરાશા ઉત્પન્ન થઈ તેથી પિતે આ કામને લાયક છે જ નહિ એમ માની વિશેષતર લાયકાતવાળા પુરૂષો માટે જગા કરવા સારૂ એ ક્ષેત્રમાંથી ચાલ્યા જવાને વિચાર કર્યો.
બરાબર એ જ ક્ષણે એકાએક સહાય તરીકે પ્રેરણા મળી. શું કરું છું એના ભાન વગર જ હાથે ગતિ કરી, એણે કલમ પકડી અને કાગળ પર પ્રેરણાનુસાર શબ્દો લખાઈ ગયા. એ શબ્દો એને અત્યંત બળ આપનારા, અત્યંત દિલાસો આપનારા, અત્યંત શાંતિ આપનારા ગુરૂ તરીકે થઈ પડેલા હોવાથી તે આ નીચે પ્રકટ કરવાનું ઉચિત માનવામાં આવ્યું છે. એ શબ્દો હરકોઈ સંજોગોવાળા હરકેઈ સખસને ઘણા ઉત્સાહપ્રેરક અને ઉપદેશી થઈ પડશે.