________________
1
* ..
ગુપ્ત જ્ઞાન. . . “જાંખી કરી છે તેઓ બીજાને તેને ખ્યાલ આપવા આવાં જેટલાં વર્ણન લખે તેટલાં અપૂર્ણ જ રહેશે. તે
હવે આપણે અંગ્રેજી પુસ્તકમાં અહતના વર્ણનમાં શું લખ્યું છે તે તપાસીએ.
બતનું અર્મા શરીર [ GAUSAL B0nY]. * સ્થૂલ ભવન પર એટલે કે કાગળ કે કેનવાસ પર, સૂક્ષ્મ ભવનની ચીજ બરાબર ઉતારવી એ તદ્દન અશક્ય છે. તેથી અહત એટલે કે એક માણસે પ્રાપ્ત કરવા જેવી અંતીમ દશાને પામેલા પુરૂષનું ચિત્ર આલેબવાનું સાહસ કરવું એ ખરેખર “સાહસ” જ છે.
અર્હતનું કામણ શરીર ઘણું જ વિસ્તાર પામેલું હોય છે. અને તે સૂર્ય જેવા ભભકાથી–જેની કલ્પના પણ ન થઈ શકે એવા તેજ અને હૈદર્યના મિશ્રણથી પ્રકાશી રહેલું હોય છે. હેની આકૃતિ અને રંગોનું વર્ણન આપવાને વૈખરી વાણીમાં શબ્દો જ નથી. આવા શરીરનો ખાસ અભ્યાસ કરે જરૂર છે, તે જ હેને કંઈક ખ્યાલ આવી શકે, પરંતુ એ અભ્યાસ અમુક ગુણસ્થાનકે–સતના માર્ગની અમુક હદે પહોચેલા મનુષ્ય સિવાય બીજથી થઈ શકે જ નહિ. તથાપિ આટલું તે જોઈ શકાય છે કે સામાન્ય મનુષ્યના કામણ શરીર કરતાં અહંતનું કાર્પણુ શરીર વધારે હેટું હોય છે અને એમાંના રંગે પણ જૂદીજ રીતે ગોઠવાયેલા હોય છે.* - ચિત્રની અંદર વચ્ચોવચ્ચ એક વટાણુ જેટલી જગામાં સ્કૂલ અથવા ઉદારિક શરીરનો ઝાંખો દેખાવ અંડાકૃતિથી આપે છે. તે સફેદ રંગમાં જ છે. એની પછીનું ઇંડાકૃતિનું કુંડાળું પીળા રંગનું છે, તે પછીનું તેવુંજ કુંડાળું ગુલાબી રંગનું, તે પછીનું વાદળી રંગનું, તે પછીનું, લીલા રંગનું, તે પછીનું છેક જ આછા ગુલાબીને મળતા રંગનું (શ્રેષ્ઠ અધ્યાત્મવૃત્તિનું) છે. તે પછીના ગેળ કુંડાળામાં થોડે થોડે છેટે ઉપલા બધા રંગે ગોઠવાયેલા છે. જ છેક અંદરના મધ્ય બિંદુથી છેક બહારના કુંડાળા સુધી, વત્વમાંથી
* રંગોનો ખુલાસો પણ ઘણસમજવા જેવો છે. પીશ રંગ બુદ્ધિને હાય છે, ગુલાબી રંગ નિર્મળ નિસ્વાર્થ પ્રેમ ભાવનાને હોય છે, વાદળી રંગ નિર્મળ ધાર્મિક વૃત્તિનો હોય છે, લીલો રંગ adaptability સઘળાને અનુકૂળ થવાની વૃત્તિને હોય છે. આથી ઉલટા ગુણના રંગે જૂદ છે, જેનું વર્ણન કરતાં ઘણી જગા કાર્ય તેમ છે. ** જિનશાસ્ત્ર ત્રગડાગઢમાં છેલ્લે બહારને ગુઢ રૂપાને કહે છે તે વાત સરખાવે.