Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 9
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” ગાંધીજીના જીવનનો વિચાર કરીએ તો શ્રીમ સાથેનો મેળાપ ૧૮૫૧ માં થયો. રસ્કિનના વિચારો ૧૯૦૪ માં વાંચ્યા અને ૧૯૧૦ માં ટોલ્સટોય સાથે પત્રવ્યવહાર થયો. આ રીતે જોઈએ તો ૧૮૯૧ થી ૧૯૦૪ સુધીના ગાંધીજીવન પર માત્ર શ્રીમદ્ રાજચંદ્રજીનો પ્રભાવ જોવા મળશે. ઈ.સ. ૧૯૦૪ ના ઓક્ટોબરમાં ગાંધીજી જોહાનિસબર્ગથી ડરબન જતા હતા ત્યારે હેનરી પોલાક નામના સદ્દગૃહસ્થ ગાંધીજીને જહોન રસ્કિનનું “અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તક આપ્યું, જે ગાંધીજીએ ટ્રેઈનમાં વાંચ્યું અને તેમાંની વિચારસરણીમાંથી સર્વોદયની ભાવનાનો ઉદય થયો. ૧૯૧૦ માં ટોલ્સટોય સાથે પત્રવ્યવહાર થયો. ગાંધીજીએ એમને ત્રણ પત્રો લખ્યા અને થોડા જ સમયમાં ૧૯૧૦ ના નવેમ્બર માસમાં તો ટોલ્સટોય અવસાન પામ્યા. આમ, ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્રનો પ્રત્યક્ષ પરિચય થયો અને એમનો સાદંત પ્રભાવ રહ્યો. ગાંધીજીના જીવનનું પ્રેરકબળ અધ્યાત્મ છે અને એ આધ્યાત્મિકતાના ઉઘાડમાં ગાંધીજીની ધર્મશ્રદ્ધા દેઢ કરાવનાર શ્રીમદ્ રાજચંદ્ર છે. ગાંધીજીએ લખ્યું છે કે, “આધ્યાત્મિક ભીડ’ વખતે તેઓ શ્રીમનો આશરો” લેતા હતા. ગાંધીજીના જીવનની આ આધ્યાત્મિક ભીડ જોઈએ. ૧૮૯૩ ના ઑક્ટોબરમાં દક્ષિણ આફ્રિકામાં ભરાયેલા વેલિંગ્ટન કન્વેન્શનમાં મહાત્મા ગાંધીજીને મિ. બેકર લઈ ગયા અને એમનો આશય એવો હતો કે સંમેલનમાં થનારી જાગૃતિ, ત્યાં આવનારા લોકોનો ધાર્મિક ઉત્સાહ અને તેની નિખાલસતાની ગાંધીજીના હૃદય પર એવી ઊંડી છાપ પડશે કે તેઓ ખ્રિસ્તી થયા વિના નહીં રહે. ત્રણ દિવસ આ સંમેલન ચાલ્યું, પણ ગાંધીજી - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા નહીં. બીજી બાજુ ગાંધીજીને દક્ષિણ આફ્રિકા બોલાવનાર અબદુલ્લા શેખ તેમને ઈસ્લામનો અભ્યાસ કરવા માટે લલચાવતા હતા અને ઈસ્લામ ધર્મની ખૂબીઓની ગાંધીજી આગળ ચર્ચા કરતા હતા. ગાંધીજીએ કુરાનનો અંગ્રેજી અનુવાદ વાંચવાનું શરૂ કર્યું હતું. વોશિંગ્ટન અરવિંગે લખેલું હજરત મહંમદનું ચરિત્ર અને કાર્બાઈલની મહંમદસ્તુતિ વાંચ્યું હતું અને બીજા ઈસ્લામિક પુસ્તકો પણ મેળવ્યા. ‘જરથુષ્ટ્રના વચનો’ પુસ્તક વાંચી પારસી ધર્મનો પણ અભ્યાસ કરતા હતા. વળી ખ્રિસ્તી ધર્મ વિશે ગાંધીજીનો વિલાયતના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર ચાલતો હતો. એમાં પણ એડવર્ડ મેટલેન્ડ સાથે આ પત્રવ્યવહાર ઘણા વખત સુધી ચાલ્યો. આ સમયે હિંદુ ધર્મની ત્રુટિઓ ગાંધીજી સમક્ષ તરવરતી હતી, પરંતુ આ સમયે ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને કેટલાક પ્રશ્નો પૂછ્યા. ડરબનમાં રહેલા ગાંધીજીએ આત્મા એટલે શું? ઈશ્વર એટલે શું અને તે જગતકર્તા છે? મોક્ષ એટલે શું? અને મોક્ષપ્રાપ્તિ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જાણી શકાય છે? આર્યધર્મ એટલે શું ? ભગવદ્ ગીતા એટલે શું ? ખ્રિસ્તી ધર્મ, બાઈબલ, જૂનો કરાર, વિશ્વની છેવટની સ્થિતિ, કૃષ્ણ અવતાર અને રામ અવતાર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ વિશે પ્રશ્નો પૂછડ્યા. બીજા પત્રમાં ગાંધીજીની આત્મવિચાર કરવાની ઇચ્છાનો શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રત્યુત્તર પાઠવ્યો છે અને ત્રીજા પત્રમાં આર્ય આચારવિચાર વિશે લખ્યું છે. આ પત્રોમાં વિવિધ ધર્મો વિશે વિચારતા અને ધર્મના મર્મ અંગે તીવ્ર મથામણ અનુભવતા મહાત્મા ગાંધીજીને શ્રીમદે પ્રજ્ઞા અને અનુભવજ્ઞાનથી ઉત્તર આપ્યા છે. ગાંધીજી પોતાની શંકાઓ એમની સમક્ષ મૂકતા. બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવતા પરંતુ રાયચંદભાઈના પત્રથી એમને કંઈક (૧૮) (૧૦)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 94