Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 55
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા - સાત વારની પ્રાર્થના સંતબાલજીના બધા ધર્મો માટેના આદરનું-નેહનું ઉત્તમ પ્રતીક છે. માનવીની ક્રૂર હિંસા થઈ રહે છે તેમાં જો આ સર્વધર્મ સેવાનો મર્મ સ્વીકારી જીવનમાં સ્થાન આપવામાં આવે તો પરમશાંતિ પ્રાપ્ત થાય. પ્રાર્થના: પૂ. બાપુના મતે પ્રાર્થના હૃદયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના આપણને નમ્રતા શીખવાડે છે. આત્મશુદ્ધિ કરવાનું, અંતરને શોધવાનું ઉદ્બોધન કરે છે. માટે પ્રાર્થનાનું સ્થાન આપણા જીવનમાં દરરોજ હોવું જોઈએ. એ અનુસાર પૂ. સંતબાલજી પણ નિયમિત પ્રાર્થના કરવાનું મહત્ત્વ આપતા હતા. કુદરતી ઉપચાર : પૂ. બાપુને કુદરતી ઉપચારમાં પરમ શ્રદ્ધા હતી. એની પણ અસર પૂ. સંતબાલજી પર પડી હતી તેથી એમણે પણ ૐ મૈયા કુદરતી ઉપચાર કેન્દ્રની સ્થાપના કરી હતી. વ્રત સાધના: જૈન સંત પંચમહાવ્રતધારી હોવાને કારણે પૂબાપુના ૧૧ વ્રતમાંથી પહેલા પાંચ વ્રત તો પંચમહાવ્રતરૂપે સહજ રીતે આત્મસાતું જ હોય. અર્થાત્ સત્ય, અહિંસા, અચૌર્ય, અસંગ્રહ (અપરિગ્રહ) અને બ્રહ્મચર્યનું પાલન તો એમને ફરજિયાત હોય જ. બાકીના છ વ્રતોની પણ એમના પર ઘેરી અસર પડી હતી. આ અગિયાર વ્રત એમને ગૃહસ્થો માટે વધારે વ્યવહારૂ લાગતા હતા. એટલે એમની પ્રાર્થનામાં અગિયાર વ્રત વણી લીધા હતા અને સહુને ઝીલાવતા હતા. જે નીચે મુજબ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીરશ્રમ, અસ્વાદ, સર્વત્ર ભયવર્જન, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી સ્પર્શભાવના, આ એકાદશ સેવોજી નમ્રત્વે વ્રત નિશ્ચયે.” આ વ્રત અનુસાર આપણે સૌ જીવન જીવીએ અને અન્યને પણ સન્માર્ગે લાવવાની પ્રેરણા આપીએ એ એમનો પ્રધાન ઉદ્દેશ હતો. પૂ. બાપુજીની જેમ શરીરશ્રમને ખૂબ મહત્વ આપતા. બાકીના વ્રતો તો એમને સહજ સાધ્ય હતા. પૂ. બાપુના બધા જ વિચારોને સાકારરૂપ આપીને ચિરસ્થાયી બનાવવા માટે એમણે મહારાષ્ટ્રમાં મુંબઈથી નજીક ચિચણમાં “મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર' ની સ્થાપના કરી. એમાં ચાર વિભાગ છે:(૧) શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ: આ વિભાગ રાખવાનું કારણ એ કે વિશ્વવંદ્ય વિભૂતિ પૂ. ગાંધીજીને પ્રેરણા દેવાવાળા પૈકીના એક મહત્ત્વના પુરુષ હતા. જયાં આજે પણ શ્રીમદ્રના સાહિત્ય અને ભક્તિ અંગે શિબિરો થાય છે. (૨) મહાત્મા ગાંધી વિભાગ: આ વિભાગ ગાંધીજીની વિચારધારાને લગતો છે. એ માટે એમણે (સંતબાલે) દર્શાવ્યું છે કે આ આખા પ્રયોગમાં પાયારૂપ અને મારા માનસિક ગુરરૂપ છે. માટે આ એક મહત્વનો વિભાગ છે. (૩) મુનિશ્રી નાનચંદ્રજી વિભાગ: મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોને જૈન સમાજ પાસે રજૂ કરનાર પ્રથમ સાધુ અને સંતબાલજીના ગુરુ છે. (૧૦૯) (૧૧૦)

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94