Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 82
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા કે શિક્ષણમાં સ્વભાષા - માતૃભાષા દ્વારા શિક્ષણની વાત કરી. ગાંધીજીએ મેદાની રમતો પોષવી જોઈએ, પૂર્ણતા લાવી સધ્ધર બનાવવી જોઈએ એવું કહ્યું. તેઓના સ્વદેશીમાં પરદેશીનો તિરસ્કાર ન હતો. જેને માટે એક ક્ષણ પણ ન ચાલી શકે એવી ચીજો માટે પોતાનો ભાર બીજા પર નાખવો નહીં એનું નામ સ્વદેશી. સ્વદેશી એ આત્માનો ધર્મ છે, પણ તે ભૂલાઈ ગયો છે. તેથી તેને વિશે વ્રત લેવાની જરૂર પડે છે. જીવમાત્રની સાથે ઐક્ય સાધતાં સ્વદેશી ધર્મને જાણનાર ને પાળનાર દેહનો પણ ત્યાગ કરે. “જેવું પિંડે, તેવું બ્રહ્માંડે.’ તેથી જ ‘ઘર્ભે નિઘને શ્રેયે પરધમ મચાવ૮:' સ્વધર્મનો અહીં અર્થ સ્વદેશી લેવું. શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા. જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઈ શકે એવો ક્યો સ્વદેશી ધર્મ કર્યો ? જવાબમાં રેંટિયો અને ખાદી મળ્યા. સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે. જૈનધર્મમાં પણ સ્વદેશીનો ખૂબ આગ્રહ રખાયો છે. ચરબીયુક્ત અહિંસાથી યુક્ત ચીજવસ્તુઓ ના વાપરવા પર ખૂબ ભાર મૂકાયો છે. આમ, ગાંધી વિચારધારા, જૈન વિચારધારાની પૂરક બની રહે છે. ગાંધીજીના જીવનમાં આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી મૂળમાં રહ્યા છે. માટે સામ્યતા આપણને જોવા મળે છે. વ્રતોમાં એમનો પડઘો સંભળાય છે. (૯) સ્પર્શભાવના - સર્વધર્મ સમભાવ :- સમન્વયવૃત્તિ પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. સૌ કોઈને પોતપોતાની દૃષ્ટિ મુજબ સાધના કરવાની તક મળે, એવું અહિંસક વાતાવરણ પેદા કરવું હોય તો સમભાવવૃત્તિથી જ સાધી શકાય. તેથી વ્રતમાળામાં “સર્વધર્મ સમભાવ' ને એક વ્રત તરીકે દાખલ કર્યું. સર્વમાં રહેલી બુનિયાદી એકતાનું દર્શન થયું. જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ઈશ્વર એક જ છે. એટલે ધર્મ પણ એક જ હોવો જોઈએ. માણસોની પ્રકૃતિ અને દેશકાળ જુદા જુદા હોવાથી માર્ગ પણ અલગ અલગ રહેવાના. આ પરિસ્થિતિમાં મનુષ્યનું કર્તવ્ય, ધર્મોમાં દેખાતા સર્વ સામાન્ય તત્ત્વોની શોધ કરી સમભાવવૃત્તિ ધારણ કરવાનું છે. પ્રત્યેક ધર્મ એક જ સત્ય પ્રતિ દોરી જાય છે અને પ્રત્યેક ધર્મ બીજા ધર્મમાંથી કંઈક શીખી જાય છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણા દિવ્યચક્ષુ ખૂલે, “વૈષ્ણવજન” નો નાદ ગુંજયો. સમભાવ કેળવવાથી અનેક ગૂંચો પોતાની મેળે ઉકલી જાય છે. પારકાની ભૂલને સારું પણ આપણે તેમને પીડવા નથી, આપણે પીડાવું છે એ સુવર્ણ નિયમને જે પાળે છે, તે બધા સંકટોમાંથી ઊગરી જાય છે. સમસુત્ત - પ્રસ્તાવનામાં લખ્યું છે, અનેકાંત સમન્વય અને વિરોધ - પરિહારનો માર્ગ દેખાડે છે. રામ કહો, રહમાન કહો, કાન્હ કહો... મહાદેવ ..... રી.... | (આશ્રમ ભવનાવલિ પૃ. ૧૪૪) ગાંધીજીને સૂઝેલું આ મૌલિકવ્રત છે. હિંદુ ધર્મમાંથી અસ્પૃશ્યતાના પાપને નાબૂદ કરવા તેમણે કમર કસી. તે પાપ એટલું અસહ્ય થઈ ગયેલો કે તેઓ હિંદુધર્મ છોડવા તૈયાર થયા હતા. પણ શ્રીમદ્ રાજચંદ્રની સલાહથી તેમણે તેમ તો ન કર્યું. ગાંધીજી “અસ્પૃશ્યતા નિવારણ’ શબ્દને બદલે “સ્પર્શ ભાવના” શબ્દ વધારે પસંદ કરેલ છે. એનો અર્થ કે આપણે કોઈને અશુદ્ધ ન માનીએ, નીચા ન માનીએ, માનવમાત્રને સમાન માનીએ. આમ, સર્વધર્મ સમભાવ માની જીવનમાં આગળ વધવું જોઈએ. | (૧૦) નમ્રતા:- મનુષ્યમાં સાચી હૃદયપૂર્વકની નમ્રતા ન હોય તો તેને પોતાની વ્રતસાધના વિશે અને એથી પ્રાપ્ત થતા ચારિત્ર્યને વિશે અહંકાર જાગે છે અને (૧૬૩) (૧૬૪)

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94