Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 86
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ગ્રામોદ્ધાર, પ્રાણીમાત્રનું રક્ષણ, સમાજ પરિવર્તન, અન્યાયનો પ્રતિકાર, શિક્ષણ દ્વારા સમાજપરિવર્તન અને વિહાર દરમિયાન સાંજની પ્રાર્થના, ભાઈ-બહેનોની સભા, સામાન્ય ખેડૂતોનું ઘડતર, પ્રેમ, વાત્સલ્ય દ્વારા કેવો અભિનવ પ્રયોગ કર્યો છે તેની જીવતું જાગતું ઉદાહરણ ભાલ-નળકાંઠા પ્રાયોગિક ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણની શાળાઓ ઘણી જ ઓછી હતી. શિક્ષણ સિવાય સમાજપરિવર્તન આવી ન શકે, સમાજની દિશા બદલાય નહીં તેથી સર્વોદય યોજના સરકારમાં મંજૂર કરાવી. ભાલ-નળકાંઠામાં શિક્ષણનો અભિનવ પ્રયોગ શરૂ થયો. કેળવણીનું સ્તર સુધરવા લાગ્યું. તેમાંથી ગુંદી આશ્રમમાં વિશ્વ વાત્સલ્ય છાત્રાલય, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બુનિયાદી પુરુષ અધ્યાપન મંદિર, ગાંધી ચીંધ્યા રાહે બુનિયાદી નઈતાલીમના કાર્યક્રમ પ્રમાણે શરૂ કયી; જેમાંથી અનેક તેજસ્વી યુવાનો સંસ્થા, પ્રદેશ અને રાજયને મળ્યા. ૨૮00પ્રાથમિક શિક્ષકો તૈયાર કર્યા. જેમણે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવાનું કામ કર્યું. કન્યાઓ માટે કન્યા છાત્રાલય સને ૨૦૦૨ માં શરૂ કરવામાં આવ્યું. આજે ૮૧ પ્રાથમિક દીકરીઓ છાત્રાલયમાં રહીને ભણે છે. વિદ્યાલયમાં આજુબાજુના ગામની દીકરીઓ મળી ૧૫૦ બહેનો ભણે છે. તેમજ દેશની પછાતમાં પછાત જાતિ જે નળસરોવરની આજુબાજુ રહે છે. ખડતલ, કર્મઠ, માટીકામ કરવામાં પૂરતું કૌશલ્ય ધરાવતી તે જ્ઞાતિમાંથી અહીંથી પઢાર જ્ઞાતિની દીકરી એસ.એસ.સી. પાસ થઈ. આ ભગીરથ ગાથા છે. અહીં લખવાની મર્યાદા છે, પરંતુ સંતબાલજી મહારાજ સાહેબ કહેતા ગામડાએ શહેરો શ્રેષ્ઠિઓ સાથે અનુબંધ રાખવો પડશે. ૭૦ વર્ષે મને સમજાયું. મુંબઈના બે દાતાશ્રીઓ અમારી ૮૫ દીકરીઓનું ભોજનખર્ચ આપે છે. અનેક જૈન મહાનુભાવો અમને એક દીકરીનો ખર્ચ ૬OOO રૂપિયા મોકલી આપે છે. કન્યાઓના શિક્ષણથી પરિવાર, જ્ઞાતિ અને સમાજની પરિસ્થિતિ બદલાઈ છે. ગુરુદેવનો “ઓમ મૈયા” મંત્ર સાર્થક થયો છે. કુદરતી આફતમાં રેલ, દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળામાં, નેત્રયજ્ઞમાં ગુંદી દ્વારા ભગીરથ કાર્ય થયું છે. આજે સંતબાલજી સાથે કામ કરનાર એકપણ કાર્યકર નથી અને ગુંદી આશ્રમમાં શિક્ષણ લીધેલી બીજી પેઢી સંસ્થાનું સંચાલન કરે છે. (૧૦૧) ખાદી ગ્રામોદ્યોગ મંડળ, રાણપુર ગરમ ઊનીના કામમાં ગુજરાતમાં પ્રથમ નંબરે છે. ૩OCO બહેનોને કામ આપે છે. આજે શ્રી ગોવિંદભાઈ દાજીભાઈ ડાભી, શ્રી ફલજીભાઈ ડાભીના પૌત્ર સુંદર સંચાલન કરી રહ્યા છે. ગાંધીવિચારના અનુસંધાનમાં ભાલ-નળકાંઠાનો પ્રયોગ ચાલ્યો, જેના પ્રથમ પ્રમુખ પૂજય રવિશંકર દાદા હતા. અનેક નામી-અનામી વ્યક્તિઓએ આ પ્રયોગમાં પ્રદાન કર્યું છે. એક સંત જૈન ધર્મના તમામ તત્ત્વોને જાળવીને ગાંધી વિચારધારાને અનુરૂપ કામ કર્યું છે. પૂ. સંતબાલજી મહારાજના ચરણમાં નમન કરું છું. નોંધ:- મુનિશ્રીએ ચીંચણના દરિયાકિનારે મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી, તેમાં ચાર વિભાગમાં તેમાં ગાંધીવિભાગની પણ સ્થાપના કરેલી. હાલ ચીંચણના સંતબાલ આશ્રમમાં પ્રતિવર્ષ સર્વોદય મંડળ અને ગાંધી વિચારધારાને લગતી શિબિર યોજાય છે. - સંપાદક (૧૨)

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94