Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 92
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ઉદ્યોગવાદના તેઓ જીવનપર્યત વિરોધી રહ્યા. મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાનના ઉત્પાદનના સાધનો સામાન્ય જનસમાજને હાથવગા હોવા જોઈએ એમ ગાંધીજી કહેતા. રાષ્ટ્રપિતા ગાંધીજીએ સમગ્ર દેશનું પરિભ્રમણ કરી, દેશના પ્રશ્નો ઉકેલવા બહુ ઉપયોગી તેમજ પરિણામલક્ષી વિચારો રજૂ કર્યા હતા. તેઓએ તારણ કાઢ્યું કે, દેશમાં આર્થિક, સામાજિક સમસ્યાઓનો વ્યાપ વધી રહ્યો છે. પ્રજાને યેનકેન પ્રકારે એમાંથી ઉગારવી છે. ભારત વિશાળ અને વિવિધતાસભર દેશ હોવાથી તેમાં ખેતી અને ઔદ્યોગિક પેદાશ થવી જોઈએ. ગ્રામીણ અને ખેતીપ્રધાન દેશના ગામડાના વિકાસથી જ દેશનો વિકાસ શક્ય છે. દેશમાં મૂડીની અછત પણ વસ્તી વધારે હોઈ શ્રમ સુલભ છે. માટે પ્રત્યેક વ્યક્તિએ શ્રમ અને ગૃહઉદ્યોગને અપનાવી જીવન જરૂરિયાતની પૂર્તિ કરવી એવો એમનો સતત આગ્રહ રહેતો. ભારતની ગરીબી નાબૂદ થવી જ જોઈએ અને ગામડાઓનું નવસર્જન થવું જોઈએ - એના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. ભારતના ગામડાઓ સ્વાવલંબી બને, સ્વયં સંપૂર્ણ બનવામાં તે પોતાની સર્વશક્તિ લગાવી દે તેવી ગાંધીજીની ભાવના હતી. સ્વદેશી વસ્તુઓના તેઓ હિમાયતી હતા. વિદેશી વસ્તુઓની આયાત કરવી નહીં તેમ આગ્રહપૂર્વક કહેતા. સ્વદેશી વસ્તુઓ વાપરવાથી દેશના નાગરિકોને રોજગારી મળી રહે. પ્રત્યેક વ્યક્તિને કંઈક કામ કર્યાનો સંતોષ થાય અને તે સ્વમાનપૂર્વક જીવી શકે તે માટે ગૃહઉદ્યોગ દ્વારા ખાદીના ઉત્પાદનો શરૂ કરવા. ઘરે ઘરે રેંટિયા અને અમર ચરખા એમણે શરૂ કરાવ્યા. તેઓ કહેતા કે ચરખો હિન્દુસ્તાનના ગરીબોનો પ્રાણ છે. રેંટિયો ચરખો તો સુદર્શન ચક્ર છે. રેંટિયા કે ચરખામાં મૂડી રોકવાની જરૂર નથી. વિના રોકાણે રોજગારી (૧૮૩) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) મળે પછી સરકારના ફરમાનોથી ડરવાની કે ધનિકોના મોઢાં તાકવાની કાંઈ જરૂર ન રહે. ગાંધીજીનું સ્વમ હતું કે ભારતની પ્રત્યેક વ્યક્તિ સ્વકેન્દ્રિત બને, આત્મનિર્ભર બને ! કામ શોધવા એને ક્યાંય દોડવું ન પડે. જિનધર્મના પાંચ મુખ્ય સિદ્ધાન્તો સાથે ગાંધીજીના આ સર્વવિચારોનો ખૂબ સુમેળ હતો. તે સમયના લોકોએ એ વિચારધારા અપનાવી, ઘરેઘરમાં રેંટિયા અને અમરચરખા ગતિમાન થયા. સૂતર કાંતીને આપે એના પ્રમાણમાં ખાદી મળવા લાગી. ખાદી પહેરવા લાગ્યા. ગાંધીજી કહેતા કે હિન્દુસ્તાનના દુઃખો દૂર કરવા માટે ખાદી કરતા બીજું કોઈ કામયાબ સાધન નથી. કરોડોની કંગાલિયતને દૂર કરવા ચરખો તો કામધેનુ ગાય છે. વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રીઓ, દાર્શનિકો, શાસનકર્તાઓ ગાંધીજીના વિચારોને આવકારતા. અમેરિકાના બરાક ઓબામા એ વિચારોમાં સંમત હતા, આફ્રિકાના નેલ્સન મંડેલા પણ તેમાં આસ્થા રાખતા, વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી પુન્નાગ મીડૉલે જણાવ્યું કે ગાંધીજીની આર્થિક વિચારધારાથી માત્ર ભારતના જ નહીં પણ એશિયાના સર્વ દેશોના પ્રશ્નો ઉકેલી શકાય. ખરેખર ! ગાંધીજી જિનધર્મના પાંચ સિદ્ધાન્તોપૂર્વક જીવનારા યોગીપુરુષ હતા. એમની આત્મકથાને કેવું મજાનું નામ મળ્યું છે ‘સત્યના પ્રયોગો.' આપણે પણ નિયમોમાં દઢ રહી કૃતનિશ્ચયી બનીએ. સફળતાને વરીએ તેવી ભાવના સાથે હું મારી કલમને વિરામ આપું છું. (૧૮૪)

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94