Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 85
________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) (જૈનદર્શન અને ગાંધી વિચારધારા કર્યો. (માણકોલનું સંમેલનમાં વિગતે છે.) આ સમયગાળા દરમિયાન જેમપૂ. મહાત્મા ગાંધીને દેશમાંથી વિવિધ શક્તિવાળા અનેક કાર્યકર મળ્યા, તેમ ભાલ-નળકાંઠા પ્રદેશમાંથી અને ગુજરાતમાંથી અનેક વિચારશીલ-નીડર, અભ્યાસુ, કર્મઠ કાર્યકરો મળ્યા; જેમાં છોટુભાઈ મહેતા, કાશીબેન મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, સુરાભાઈ ભરવાડ, ડૉ. શાંતિભાઈ પટેલ, મણીબેન પટેલ, હરિવલ્લભ મહેતા, દુલેરાય માટલિયા, મનુભાઈ પંડિત, મણીભાઈ પટેલ, દીવાનસંગભાઈ ચૌહાણ, મીરાબેન પટેલ તથા બીજા અનેક કાર્યકરોના સહકારથી અને મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના થઈ. સંઘના પ્રથમ પ્રમુખ પૂ. રવિશંકરદાદા હતા. આ અચલેશ્વર મહાદેવના ટેકરે ત્રણ ગામના સીમાડે - ગુંદી આશ્રમનું સ્થળ નક્કી થયું અને સંસ્થાનું સ્વરૂપ અપાયું; હાલ જેને મુનિશ્રી સંતબાલજી આશ્રમનું નામ આપવામાં આવેલું છે. ધર્મદષ્ટિએ સમાજરચનાની સ્થાપવાની કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે પ્રશ્નોના ઉકેલ માટે સંસ્થાઓ શરૂ કરવામાં આવી. કાર્યકરોને એક એક જવાબદારી રસ-રુચિ, આવડત પ્રમાણે સોંપવામાં આવી. સૌથી પ્રથમ જીવરાજ જળ સહાયક સમિતિ, આજે નળકાંઠા અને ભાલના ગામોને વિવિધ યોજના દ્વારા ઘરે-ઘરે પાણી મળે છે. ખેડૂતમંડળ, ગોપાલક મંડળ, મજૂરમંડળ, લોક અદાલત, ગ્રામસંગઠન દ્વારા ગામમાં વસતા લોકોના પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ કરવા માટે સંગઠનો અને ગુંદી આશ્રમમાં શ્રી ફલજીભાઈ રાણાભાઈ ડાભી લોક અદાલતની સ્થાપના કરી અને મકાન બનાવ્યું; જેમાં પ્રશ્નોની વિચારણા માટે લોકઅદાલત મળતી. લવાદ દ્વારા (૧૯) પ્રશ્નો હલ કરવાની પ્રક્રિયા શરૂ કરી. બળદ-પશુની ચોરીના ઉપદ્રવને ખાળવા શુદ્ધિપ્રયોગ શરૂ કર્યો. ગાંધીજીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ શરૂ કર્યો. મુનિશ્રી સંતબાલજીએ ચોરી, ખૂન, જમીનો પચાવી પાડવી. સમાજમાં નાના મોટા અન્યાય સામે શુદ્ધિપ્રયોગનું અહિંસક શસ્ત્ર મૂક્યું. આ પ્રયોગના પરિણામ રૂપે પ્રયોગની ભવ્ય ગાથા માટે શુદ્ધિપ્રયોગના સફળ ચિત્રો લેખક અંબુભાઈ શાહ અને “રાત પણ રડી પડી” લેખક નવલભાઈ શાહે (બન્ને સંતબાલ પ્રયોગના પાયાના કાર્યકર) લખ્યા, જેને ગુજરાત સરકારે ઉત્તમ પુસ્તક તરીકે ઈનામ આપ્યું. આ બે પુસ્તક વાંચવાથી સત્યાગ્રહના નવા સ્વરૂપે કેવો સફળ પ્રયોગ થયો તેની જાણકારી મળી શકે છે. ગામડાનો માણસ ગામડામાં રહીને કાર્ય કરે તો શહેરીકરણ ઓછું થાય અને ગામડા બેઠા થાય, ગામડાના લોકો સ્વમાનપૂર્વક જીવન જીવી શકે. આર્થિક આવક થાય તે માટે ભાલ-નળકાંઠા સઘનક્ષેત્ર સમિતિ ગુંદી અને ખાદી ગ્રામોદ્યોગ મંડળ-રાણપુરની સ્થાપના કરી; જેમાં કાંતણવણાટ ખાદીનું ઉત્પાદન વેચાણ, સાબુ-હાથ છડના ચોખા, સુથારી, લુહારી, પૂણી બનાવવાનું યુનિટ, ગામડાની બહેનોને છ ત્રાકના ચરખા આપીને મોટે પાયે રોજગારી પૂરી પાડી. અસ્પૃશ્યતા નિવારણ : શિક્ષણ દ્વારા સૌથી મોટી સમાજની ક્રાંતિનું કાર્ય અસ્પૃશ્યતા નિવારણ દ્વારા કર્યું. ઋષિ (ભંગી) સમાજમાં અડકીને છાંટ લેવાની, રાત્રે અગ્નિ પકડવાની જે પ્રથા હતી તે શિક્ષણ દ્વારા લોકોના માનસ સુધી પહોંચી. સર્વધર્મ સરખા-સમાનતાની ભાવનો પ્રેમ લોકો સુધી પહોંચ્યો અને અસ્પૃશ્યતાની સૂગ ઓછી કરાવી. અત્યારે ૧૦ ટકા અસ્પૃશ્યતા નાબૂદી આ પ્રદેશમાં થઈ છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ કામ પૂ. ગુરુદેવની પ્રેરણાથી થયું. (૧૦૦)

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94