________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
પણ જીતી શકે. આત્માના વિકાસ માટે સાદો ખોરાક આવશ્યક છે. એ વાત પર ભાર મૂક્યો. જેમ દવા લેતી વખતે આપણે કડવી કે મીઠી છે, એનો વિચાર નથી કરતા, રોગનિવારણ માટે જરૂરી છે.
ગાંધીજી માનતા હતા કે દરેક વસ્તુમાં ઈશ્વરે સ્વાદ મૂકેલો છે. એ કુદરતી સ્વાદની કોઈ માણસ અવગણના ન કરી શકે. સ્વાદનું જ્ઞાન હોવું જરૂરી છે. સારો, પૌષ્ટિક, તાજો, સુપાચ્ય આહાર સપ્રમાણ ખાવો જોઈએ. આહારમાં અનાયાસે થોડો સ્વાદ મળે તે લઈએ પણ સ્વાદ માટે જ ખાવું એ માણસની સંસ્કારિતાને કોઈ રીતે શોભા આપતું નથી. તેઓ એ બાબતે ખૂબ જાગ્રત રહેતા હતા.
જૈન પરંપરામાં ઉપવાસ, આયંબિલ ઈત્યાદિ તપમાં આ વ્રત દેખાય છે. એવમ્ જૈન પચ્ચખાણ વિધિમાં આ સ્વાદને ધ્વનિત કર્યું છે. આયંબિલ એ સ્વાદવિજય માટેનું તપ છે.
(૭) અભય :- સત્ય-અહિંસા ઈત્યાદિ વ્રતનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. હાલ સર્વત્ર ભય વ્યાપી રહ્યો છે ત્યાં નિર્ભયતાનું ચિંતન ને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન આપ્યું છે. જે સત્ય પરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી, ચોરથી ન ડરે, ન ગરીબાઈથી કે મોતથી... સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ આપવી જોઈએ. હિરેશચંદ્રની જેમ પાયમાલ થવાની તૈયારી હોવી જોઈએ. બાહ્ય ભયોથી મુક્તિ મેળવવાની છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય. ‘તેન ચવસેન મુન્નીયાઃ ।' એ રામબાણ વચન છે. આમ, રખેવાળ બની, સ્વામી મટીને સેવક થઈએ, શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે ભયમાત્ર જીતીએ, શાંતિ મેળવીએ, સત્યનારાયણના દર્શન કરીએ. શ્રીમદ્ (૧૬૧)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે દૈવી સંપદના ગુણો વર્ણવતા અભયને પ્રથમ સ્થાન આપ્યું છે. અભયનો અર્થ પૂર્ણ – કોઈથી ડરવું નહીં અને કોઈને ડરાવવું નહીં. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારે ચારે બાજુ ભયનું વાતાવરણ હતું. એમને લાગ્યું કે ડરપોક માણસોને અહિંસા શીખવી શકાય નહીં. તેથી દેશને એમણે ‘અભય’ નો મંત્ર આપ્યો. સ્વરાજ એટલે મરણભયનો ત્યાગ.
મરણભય ઉપરાંત માણસને સમાજથી તિરસ્કૃત બનવાનો અને આર્થિક કંગાલિયતમાં ધકેલાઈ જવાનો બહુ મોટો ડર લાગતો હોય છે. ઘણીવાર મરવાને તૈયાર હોય એવા માણસો પણ સામાજિક કે આર્થિક ભયને કારણે નમતું જોખી દેતા હોય છે. માણસ આ બધા ભયથી મુક્ત બને, આદર્શોનું યોગ્ય આચરણ કરે એ મનોદશા ગાંધીજીએ બહુ વ્યાપકપણે નિર્માણ કરી. બધામાં નિર્ભયતાનો સંચાર કર્યો.
અભય થવાનો માર્ગ અહીં (જૈનધર્મમાં) પણ બતાવ્યો છે. વાડામાં કલ્યાણ નથી. અજ્ઞાનીના વાડા હોય. મહાસાગર કોઈનો નથી તેમ ધર્મ કોઈ એકનો નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળો. તે કોઈના નથી, અનાદિકાળથી છે, શાશ્વત છે.
- શ્રીમદ્ રાજચંદ્રજી ૮. સ્વદેશી :- સ્વદેશીનો વિચાર ઘણા વિદ્વાનોએ આપ્યો છે. ગાંધીના ગ્રામોદ્યોગને પુનર્જીવિત કરવાના અને એમાંથી પેદા થતા માલને વાપરવાના વિધાયક કાર્યક્રમ પર એમણે ભાર મૂક્યો. ખાદી અને અન્ય ગ્રામોદ્યોગને સજીવન કરવા મથામણ કરી દેશના લાખો બેકાર અને દરિદ્રોને એને લીધે રોજીરોટી મળતી થઈ. ગાંધીજીએ સ્વદેશી વિચારમાં નવો જ પ્રાણ પૂર્યો.
(૧૬૨)