Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 69
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા વિનોબા એમ માનતા હતા કે પરિવર્તન એ લાંબી મઝલ કાપ્યા પછીનું અંતિમ લક્ષ્ય છે. ભારતમાં ગાંધીજીના અનુયાયીઓમાં જવાહરલાલ નેહરુ અને વિનોબા ભાવે એમ બે જ એવી વ્યક્તિ છે કે જેમણે આજીવન નિશંકપણે કોમવાદનો અને એમાં પણ બહુમતી હિન્દુ કોમવાદનો વિરોધ કર્યો હોય. અહિંસક સમાજની રચનામાં કોમવાદ અને બહુમતી કોમ પર આધારિત રાષ્ટ્રવાદ મોટા વિઘ્નો છે એમ નેહરુ અને વિનોબા માનતા હતા. નેહરુનો રાષ્ટ્રવાદ વૈશ્વિક હતો, જયારે વિનોબાએ તો મંત્ર જ ‘જયજગતનો આપ્યો હતો. વિનોબા હંમેશાં કહેતા કે ધર્મ અને રાજકારણ સમાજને તોડનારા પરિબળો છે, જ્યારે અધ્યાત્મ અને વિજ્ઞાન જોડનારા પરિબળો છે. વિનોબાના અનેક કથનોમાંથી એક કથન ટાંકું છું : આર.એસ.એસ. દંગાફસાદ કરનારું ઉપદ્રવી સંગઠન નથી, પરંતુ ફેસિસ્ટ ફિલોસોફીમાં માનનારી જમાત છે. તેમનું એક તત્ત્વજ્ઞાન છે અને એ દિશામાં ગણતરીપૂર્વ અને નિશ્ચયપૂર્વક કામ કરે છે. ધર્મગ્રંથોનો અર્થ તારવવાની તેમની પોતાની શૈલી - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) કરી ત્યારે વિનોબાજીએ કહ્યું કે, જૈનો “સંથારા’ નું વ્રત ગ્રહણ કરે છે તેવો જ મારો સંકલ્પ છે માટે હું કાંઈ ન લઈ શકું. ૧૫ મી નવેમ્બરે મહાવીરની જેમ દિવાળીના દિવસે વિનોબાએ દેહ છોડ્યો ત્યાં સુધી તેઓ શુદ્ધિમાં હતા અને નામસ્મરણ ચાલતું હતું. છેલ્લી ક્ષણ સુધી દેહમુક્તિની પ્રક્રિયા તેમણે પોતાના જ હાથમાં રાખી હતી અને તેના નિર્ણયો તેમણે જ લીધા હતા. આવી ચૈતસિક અવસ્થા સિદ્ધ પુરુષને જ લાધી શકે. અહિંસક સમાજની રચના માટેની તાત્ત્વિક સામગ્રી વિનોબાએ વિકસાવી આપી છે, જે ચિરંતન છે. પ્રસન્નગંભીર શૈલીમાં ગાંધીદર્શનનું નવનીત એની તમામ બારીકીઓ સાથે આપ્યું છે. વિનોબાએ ગાંધીને અત્યાર સુધીના માનવતા ભણીના માનવીય પુરુષાર્થના પરિપક્વ ફળ તરીકે અને હવે પછીના માનવીય પુરુષાર્થ માટેના બીજ તરીકે આપણી સમક્ષ સુલભ કરી આપ્યા છે. ગાંધીના ગયા પછી બીજસિંચનનું કામ વિનોબાએ કરી આપ્યું છે. આ એક પ્રક્રિયા છે, જેમાં હજુ ઘણા પડાવ આવતા રહેશે. દરમ્યાન વિનોબા ગ્રામસ્વરાજની કલ્પના આપીને અહિંસક સમાજની રચનાની દિશામાં આગળ જવાની કેડી કંડારી ગયા છે. | વિનોબાના આખરી વર્ષે નિવૃત્તિના નહોતા, આત્મલીનતાના હતા. પાંચમી નવેમ્બર ૧૯૮૨ ના રોજ વિનોબાએ હૃદયરોગનો હળવો હુમલો આવ્યો. મૃત્યુચિંતન તો વિનોબાનું તરુણાવસ્થાથી ચાલતું હતું. છેલ્લા બાર વર્ષ તેમણે સમેટવાની સાધના કરી હતી. વિનોબાને હવે ખાતરી થઈ ગઈ હતી કે સમેટવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે પ્રસન્નતાપૂર્વક દેહ છોડવાનો સમય આવી ગયો છે. ૮ મી નવેમ્બરે વિનોબાએ ઇચ્છામૃત્યુનો સંકલ્પ કર્યો. અન્ન અને જળ બન્ને છોડી દીધા. ઈન્દિરા ગાંધીએ તેમને પ્રવાહી લેવાની વિનંતી (શ્રી રમેશ ઓઝાના લેખને આધારે સારવીને) (૧૩) (૧૩૮)

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94